અમરેલી જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડતાં વાહનોના કારણે અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા છે. હિંડોરણા ચોકડી પર ફોર વ્હીલ ચાલકે અમરેલીના ખડ ખંભાળીયા ગામના પુરુષને અડફેટે લઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. આ અંગે મહિપતભાઈ વલકુભાઈ વાળા (ઉ.વ.૩૮)એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પિતા ભચાદર ગામે જાનમાં ગયેલ હોય અને રાજુલા તેમના મોટા બાપુના દિકરી રહેતી હોવાથી ત્યાં આંટો મારવા જવું હતું. જેથી તેઓ પ્રાઇવેટ વાહનમાં હિંડોરણા ચોકડીએ આવી રોડની સાઇડમાં ઉભા હતા ત્યારે રાજુલા બાજુથી એક અજાણ્યો ફોરવ્હીલનો ચાલક આવ્યો હતો અને તેના પિતાને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો.