“હું જયારે કમળાપુર આવી, પ્રથમ દિવસે જ આપણી મુલાકાત આચાર્યની ઓફિસમાં થઇ… તે તો તને યાદ છે ને… ?” દામલ સામે એકટીશે જાતાં જ્યોતિએ પૂછયું.
“હા…. હા, એ તો મને બધું જ યાદ છે.” દામલે તેનું માથું હકારમાં હલાવી જવાબ આપતા કહ્યું.
“તો…, તો પછી આપણે સાથે કરેલો શૈક્ષણિક પ્રવાસ પણ તને યાદ તો હશે જ…”
“અરે…! એ પ્રવાસ તો કેમ ભુલાય ? એ પ્રવાસનો તો આ બધો પ્રતાપ છે. એ પ્રવાસ થકી જ આપણે બન્ને સાચા અર્થમાં આટલા બધા નજીક નજીક આવ્યા, ભેળાં થયા, એક થયા અને એક જ પથારીમાં મોજ કરી…”
“તો હવે તું સમજી ગયો હોઇશ કે, એ ધર્મશાળાના હોલમાં આવેલા રૂમમાં, હું તારી પાસે પથારીમાં કેમ લાંબી થઇ. આવું બધું કરવા મેં પહેલ કેમ કરી અને આટલી બધી આતુર હું કેમ હતી ? એનું કારણ એ કે પ્રથમ દિવસે, પ્રથમ નજરે જ તું મને ખૂબ જ ગમી ગયેલો. તારૂં સ્નાયુબધ્ધ મજબૂત શરીર, તારી ઉંચાઇ, તારો હસમુખો ચહેરો અને સ્વભાવ, તારૂં ખડતલ ઊંચુ અને ભરાવદાર શરીર, તારા ગુચ્છા જેવા મને ગમતા વાંકડિયા વાળ, તારા કવિ જેવા, લેખક જેવા ઊંચા વિચારો અને તારૂં સૌમ્ય વર્તન… આ બધું તો ઠીક પણ સાથે સાથે તું બ્રાહ્મણ ! એટલે તો આખેઆખો તું મને ખૂબ ખૂબ ગમી ગયેલો, મારા દિલમાં વસી ગયેલો. એટલે એ પ્રથમ દિવસે જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે, હું તને મારો બનાવીશ, બનાવીશ ને બનાવીશ જ. મારી ઈચ્છા, મારા અંતરાત્માની ઇચ્છા એવી હતી કે, અસલ તારી પ્રતિકૃતિ જેવું જ મને સંતાન મળે… ને એવું સંતાન પ્રાપ્ત કરવા માટે છેલ્લો રસ્તો એક જ હોય છે: મારે અને તારે એક જ પથારીમાં સુવું પડે, આપણે એકરૂપ થવું પડે, ભેગાં થવું પડે, શરીર સાથે શરીરનું એકરૂપ થવું ખૂબ જરૂરી હોય છે. એટલે આ કામ, આવું કામ મેં ફકત દસ – બાર દિવસમાં જ પાર પાડી દીધું…
“ તારા લોહીનું બુંદ મેં મારા પેટમાં સાવચેતીથી સાચવી રાખ્યું છે. એને હું પોષી રહી છું મારે મારા ગામ જઇ સારા ડોકટર પાસે ચેક પણ કરાવ્યું હતું બરાબર છે. ને પછી લીલી ઝંડી મળતા હું તો ખૂબ ખુશ ખુશ થઇ, એટલું જ નહીં, તને કયાંથી ખબર હોય ? તો હવે જાણી લે, મારા પેટની ભારે વાતથી વિજય…. મારો પતિ વિજય, એટલો બધો ખુશ થયો કે, ખુશીના અતિરેકમાં કલાક સુધી તે રડતો રહ્યો, તને નવાઇ લાગશે, જયારે ડોકટરે કહેલું કે … જ્યોતિ પ્રેગનન્ટ છે ત્યારે વિજયની આંખમાં આંસુ આવ્યા અને પછી તો સાચે જ પોકે પોકે તે રડી પડ્યો હતો.
“સંતાન સુખ મેળવવા માટે અધીરા થતાં પતિ-પત્ની આકરી એવી બાધા-આખડી રાખે છે. નિયમ, વ્રત અને ઉપવાસ પણ કરે છે અને કયારેક તો ન કરવાનું પણ બેધડક પગલું ભરે છે. આ વર્તમાન યુગની વાત નથી. ભૂતકાળમાં રાજ-રજવાડામાં કોઇ રાજાને પુત્ર પેદા ન થતો હોય, એટલે કે રાજા નિર્બળ, નિર્વિર્ય કે ખામીવાળો હોય તો, છાને ખૂણે પણ રાણીને ઓધાન રહ્યા છે ને થોડા સમયમાં તેનો વારસદાર અવતરશે એવો ઢંઢેરો પીટાવતા, જાહેરાત કરતા. પછી કોઇનું જન્મેલું તાજુ બાળક રાતના અંધારામાં રૂપિયાનો વહીવટ કરીને બાળક ખરીદાતું પછી જાહેરાત થતી કે, રાણીબાને કુંવર અવતર્યો છે. આવું આવું બધુ તો અનાદિકાળથી ચાલ્યું આવે છે, દામલ !”
“આમ જાઇએ તો મેં જે કંઇ કર્યું છે તે નવું નથી. જા હું આવું કામ ન કરૂં તો વિજય સાચે જ પાગલ થઇ જાય, કાં તો આત્મહત્યા કરી લે. હા, તેનામાં તો સંતાન પેદા કરવાની તાકાત હતી નહીં તે મને તો ઠીક પરંતુ તેને પણ ઊંડે ઊંડે આ વાતની ખબર જ હતી. એટલે કોઈપણ પ્રકારે મારે તેને સંતાન આપવું એવું મેં વચન આપ્યું હતું. તો શું… સંતાન એમને એમ કંઇ ઉપરથી થોડું આવે ? અને એટલે જ મારો સુહાગ ખુશીથી જીવે, મોજથી જીવે એ માટે હું તારી સાથે એક પથારીમાં સૂવા માટે તત્પર થઇ. આમેય લગ્ન પછી સ્ત્રિને શરીર સંબંધી જે સુખની ઝંખના હોય, જે સુખની તરસ હોય તેની પ્રાપ્તિ તો થવી જ જાઇએ અને એવું શરીર સુખ ન મળે તો કાં તો એ સ્ત્રિ પાગલ બની જાય અથવા તો નિયમ તો છે જ. એટલે આમ જાઈએ તો લગ્ન પછી મને જે શરીર સુખ વિજય દ્વારા મળવું જાઇએ તે મળ્યું જ નહોતું. હું પણ આવા સુખ માટે રીબાતી હતી, તડપતી હતી, તલસતી હતી ને ખુબ ખુબ મુંઝાતી હતી. હું પણ આખરે તો એક સ્ત્રિ જ છું ને ? મને પણ સાચું સુખ, શરીરને જાઇતું સાચું સુખ મેળવવાની પ્રબળ ઇચ્છા તો થતી જ હોય ને…?!
“શિક્ષક તરીકે નોકરી સ્વીકારતા કમળાપુર જાવા આવી, સ્કૂલનો એક સાવ જ અજાણ્યો એવો ફૂટડો યુવાન શિક્ષક મારી નજરમાં પ્રથમ દિવસે જ કેદ થઇ ગયો, એ યુવાન બીજા કોઇ નહીં પણ તું છે દામલ ! હવે પછીની બધી જ વાતની તને તો ખબર છે…” જ્યોતિ આટલું બધું બોલી હવે અટકી… (ક્રમશઃ)











































