“ચાલ…. એ વાત જવા દે. આજે મસાલો નહીં પણ પાન ખાઇએ…” દામજી બોલ્યો.
પાનના ગલ્લે થોડે દૂર ઊભા ઊભા દામજીએ બે – પાન બનાવવાનો ઇશારો કર્યો અને પાછા બન્ને દોસ્તાર વાતોએ વળગ્યા.
આ આખા વિશ્વમાં આમ તો ઘણાં ઘણાં તત્વોમાં સૌદર્ય તો ભર્યું પડ્યું જ હોય છે. જેમ કે, કુંવારી એવી કન્યાનું મુગ્ધા સૌદર્ય, ગીત – ગઝલ કે કાવ્યનું સૌંદર્ય, શબ્દની વાચાનું સાંદર્ય, કોઇ ગામડાની ગોરી કન્યા પરણીને પધારે ત્યારે એવી નવોઢાનું નીતરતું સૌદર્ય…!
પરંતુ…. આ સાંદર્ય એટલે શું ? મહાન પ્રશ્ન !
આમ જાઇએ તો સાંદય એટલે હજાર હાથવાળા પરમેશ્વરના સુંદર નહીં પરંતુ અતિસુંદર હસ્તાક્ષર માત્ર ઇશ્વર તો આમેય દયાળુ અને ભોળો છે. એટલે તો તેણે ખળખળ વહેતી નદીમાં પણ કેવું અજબ અને અમાપ સૌંદર્ય વેર્યુ છે. એવી જ રીતે પર્વતોની ટોચ પર પણ કયાં સાંદર્ય નથી…?
અરે…, વૃક્ષને જુઓ, ચંદ્રની ચાંદનીને નીરખો, તારા મંડળમાં જરા નજર નાખો અને ઊગતા તથા આથમતા સૂર્યને બારીક નજરે જુઓ જ્યાં જુઓ ત્યાં સાંદર્યનાં ઢગલાં તમને જોવા મળશે. પરંતુ આવા સાંદર્યને ભરી પીવા કે તેને પામવા માટે આપણી નજર પણ એવી જ પવિત્ર હોવી જોઇએ.
સાંદર્ય અર્થાત સુંદરતાની તો અઢળક વ્યાખ્યા છે. હા, સૌદર્ય હંમેશાં સત્ય છે, એક અલૌકિક અને અલગ પ્રકારનું સત્ય ! આમ જ, આવી રીતે અમુક વ્યક્તિનાં અંગઅંગમાં, એના શરીરનાં કોઇપણ અંગમાં જરા અમસ્તા હલનચલનમાં પણ સુંદરતા ઊભરી ઊઠે છે. આમ તો તેની દરેક રીત રસમમાં ખોબે ખોબે ભારોભાર સુંદરતા ભરેલી જ હોય છે.
કહેવાય છે કે, બધા માનવમાં હૃદય નામનું અંગ સ્થપાયેલ હોય છે. એ હૃદયમાંથી ધમની અને શીરા નામની નસમાં લોહી વહેવું હોય છે. આ ઉપરાંત આ જગ્યાએ નરી આંખે ન જોઇ શકાય તેવી અતિશય પાતળી એવી એક નસ ગુપ્ત રીતે ધબકતી હોય છે.. એવું માનીએ તો નવાઇ નહીં. આવી એ ખાનગી નસ…. કોઇ ખાસ પ્રકારનું સૌદર્ય જાતાંની સાથે મીઠો ઝણકાર પેદા કરે છે. આવું આવું થાય અને એવી એ ક્ષણે કોઇ વિકૃત માનસ ધરાવતી વ્યક્તિને એકાએક કામ – વાસના જાગૃત થવા માંડે છે. એથી ઊલટું બીજી બાજુએ જા કોઈ કવિ હૃદય ધરાવનાર માનવીને કાવ્યની સુંદર પંકિત એકાએક પ્રકટ થઇ આવે છે.
આવું જ કંઇક તને જાઇ એ ક્ષણે મારા મસ્તીષ્કમાં પ્રકાશ થયું હતું. જયારે મેં તને પહેલીવાર જાઇ હતી. એ તારી આકૃતિને તારી દેહદ્રષ્ટિને હું ક્યારેય નહીં ભૂલી શકું. મારાથી તારી એ કાયાનું વર્ણન થઇ શકે તેમ નથી. છતાં લખ લખ કરીને કંઇક કહેવા હું માત્ર કોશિશ કરૂં છું.
એ તારી કમનીય કાયા અતિ સાંદર્યવાન હતી. સુંદર નાક – નકશો, સાક્ષાત સાંદર્યની શ્રેષ્ઠ જીવંત
મૂર્તિ ! સર્વાંગે અતિ સુંદર અને ચંદ્ર જેવી મનોહર સુંદર નાજુક નમણા નાકવાળી અને સુંદર નેત્રોવાળી તારા નીચેની હોઠમાં જાણે કાળા વાદળાં સાથે સોનેરી કમળ અને પરવાળા ઉપસતાં હતા. મોઢું તથા તારા હાથ કમળ જેવા નાજુક હતાં. એટલે તો તું સાક્ષાત સોનાની જીવંત મૂર્તિ જેવી દેખાતી હતી. તારા માથા પરના વાળ તો અતિશય લાંબા લાંબા, રેશમ જેવા ચમકતા, અનેરી પ્રભાવાળા, લીસા લીસા અને થોડા વાંકડિયા હતા. જાણે કે કામદેવના કોઇ કલ્પવૃક્ષની નમણી કળી પ્રકટી હોય તેવું દેખાતું હતું. તારી બંનેન આખોના છેડા કાન સુધી લંબાયેલા હતા. એકદમ તપેલા સોના જેવી તારી કાંતિ હતી.
હા, તારૂં મોઢું તો ચંદ્રની જેમ શોભતું હતું. નાસિકા તો સુંદર ભ્રુકુટિથી યુક્ત હતી. વળી કાનમાં તો નાની નાની સોનાની કડીઓ પહેરેલી હતી. એટલે તો તારા ગલગોટા જેવા ગાલ પણ સોનાની જેમ ચમકતા હતા. હા, મેં જોયું હતું. તારી ઢોક પર ત્રણ આડી રેખાઓ રીતસર દેખાતી હતી. કદાચ આ રેખાઓ એમ સૂચવતી હશે કે, સૌભાગ્ય, શીલ તથા શૃંગારરસ એક સાથે અહીં હળીમળીને રહેતાં ન હોય !
તારા પેટ પરની નાભિ થોડી ઊંડી અને ગોળ હોવા ઉપરાંત અહીં પણ ત્રણ કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી પેટ આખું ખૂબ સુંદર, વક્ષ પુષ્ટ તથા ગોળ હતા. તારી વિશાળ કેડનો પાછળો ભાગ…ખૂબ જ ઉત્તમ ! બન્ને ખભા એક સરખા અને ભરાવદાર હતા. ચાલ સાવ ધીમી હતી. તારા સાથળો અતિસુંવાળા હતા. તારી આંગળીઓનાં મૃદુ ટેરવા અને નખ તો પાણીની ટીપાં જેવા સુંદર દેખાતા હતાં. તારા આખા શરીરનો રંગ કમળની જેમ શોભતો મે જાયો. કદાચ રૂપનો તો તું ખજાનો હતી. વળી તારી પાતળી કમર તો જાણે કે મૂઠીમાં પકડાઇ જાય તેવી પાતળી. સૌથી વિશેષ તો સોનાની ઢગલી જેવા સુંદર, પુષ્ટ અને ઉન્નત માપસરનાં તારાં બે પયોધરો હતાં. અને જયારે તું બોલતી ત્યારે વસંતમાં કોયલના ટહુકાર જેવો તો તારો અવાજ હતો.
માત્ર ઉત્તમ નહીં પણ અતિ ઉત્તમ સુંદર એવું નારીનાં સાંદર્યનું અલબત કે લગભગ પોતાનું જ વર્ણન આ ડાયરીમાં છુપાઇને પડયું હોય તેવું જ્યોતિને લાગ્યું. આવું ને આટલું બધું અલંકારિક ભાષામાં દામલે કેમ લખ્યું હશે ?
આમ…આવો અકળ અને અકલ્પનીય વાંચનનો રસથાળ ઓરાગતાની સાથે જ્યોતિ તો સાચે જ પાણી પાણી થઇ ગઇ તેનું આખેઆખું અસ્તીત્વ જાણે કે હલબલી ગયું ને જાણે કેમ આવું ને આટલું સરસ વાંચન પીધા બાદ તેણે કોણ જાણે કેમ અંદર અંદરથી મીઠી મીઠી મધ જેવી રંગીલી ગલી પચી થવા લાગી. એટલે તો એ અનેરી ખુશીથી છલકાઇ ગઈ અને અનેરા આનંદમાં તેની આંખો ધીમે રહીને બંધ થઇ.
આંખો બંધ થતાંની સાથે જ તેને સોહામણા એવા દામલનાં દર્શન થયાં વગર ન રહ્યાં. એ દર્શન એક ભાવપુરૂષનાં હતાં. કેવા દર્શન ?!
એક તરવરીયો ને થનગનતો યુવાન, પાંચ હાથ પુરો, ખૂબ કસાયેલું અને ભારે ખડતલ શરીર વધારે પડતો ગોરો નહીં પણ તેજીલા ઘઉંવર્ણો મોટું અને સહેજ પહોળું મોઢું, આંખો થોડી મોટી, ભાલપ્રદેશ પર ઝગારા મારતું તેજ, બધાને ગમી જાય તેવું ગમતીલું નાક નકશો, ભરાવદાર અને રસાળ હોઠ, ખુબજ મજબુત હાથ અને વધારેમાં તેના વદન પર હંમેશાં ફરકતું રહેતું સ્મિત !
આવા ભાવનાથી ભરપૂર ભીંજાયેલા એવા ચહેરાનાં દર્શન જ્યોતિને તેની બંધ આંખે થયાં એ સાથે તો તેના આખાયે શરીરમાં મધ જેવી મીઠી મીઠી ગલીપચી થવા લાગી. એટલે તો તે વળી વિચારવા લાગી: આ ભારે ખડતલ છોકરો મારા હૃદયની ભીની ભીની ઉર્મિઓને શાંત કરી શકશે ? (ક્રમશઃ)