હાવતડ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકાના બાળકોનો શાળા પ્રવેશ મહોત્સવ જોઈન્ટ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મેનેજમેન્ટ ગાંધીનગર (સંયુક્ત સચિવ આરોગ્ય)વનરાજભાઈ બી. પઢારિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગભાઈ જોષી, બી.આર.સી. કોઓર્ડિનેટર પીયૂષભાઈ વિરડીયા, લાઈઝન અધિકારી દિલીપભાઈ પરમાર, મેડિકલ ઓફિસર, શૈલેશભાઈ જાટંગીયા,ICDS સ્ટાફ, આંગણવાડી કાર્યકર આશા વર્કર, ગામના તલાટીમંત્રી અમિતભાઇ પરમાર, ગામના નવનિયુક્ત સરપંચ તેમજ શૈક્ષણિક ઇનામોના દાતા રઘુભાઈ ડાંગર, તમામ SMC સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.










































