બગસરાના હાલરીયા ગામે બે પક્ષોમાં નજીવી વાતમાં બબાલ થઈ હતી અને બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. વનરાજભાઈ જીવરાજભાઈ માધડ (ઉ.વ.૨૪)એ કિરણભાઈ કાનાભાઈ વાઘ તથા હિંમતભાઈ કાનાભાઈ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરની બહાર બન્ને આરોપીઓ ગાળો બોલતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ જેમફાવે તેમ ગાળો બોલી લાકડી વડે ફટકાર્યો હતો. જે બાદ સાગરભાઈ કેશુભાઈ વાઘેલા (ઉ.વ.૩૧)એ કાનાભાઇ ભગાભાઇ માધડ, વનરાજભાઇ જીવાભાઇ માધડ, રવીભાઇ જીવાભાઇ માધડ, લાલોભાઇ કાનાભાઇ માધડ, અભયભાઇ ડાયાભાઇ માધડ તથા અશોકભાઇ ખીમજીભાઇ માધડ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ એકસંપ થઈ હથિયારો ધારણ કરી તેમની તથા સાહેદ ઉપર હુમલો કર્યો હતો. તેમજ ટુ વ્હીલને લાકડીના ધોકા મારી નુકસાન પહોંચાડ્યું હતું. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.