બગસરા તાલુકાના હાલરિયા ગામે રહેતા સાકરબેન બાલાભાઈ કોરાટ (ઉ.વ.૮૭)એ જાહેર કર્યા મુજબ, તેમના ગામના અનિરુદ્ધભાઈ સામે ફરિયાદ થઈ હતી. જે બાબતે તેમના દિકરા હસમુખભાઈ બાલાભાઈ કોરાટની પૂછપરછ કરવા પોલીસ મારા ઘરે આવી હતી.
જેમાં તેમણે પોલીસને તેમનો દિકરો ત્રણ દિવસથી ઘરે ન આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેમને તેમના દિકરા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે લાગી આવતાં ત્રણેક દિવસ પહેલા હસમુખે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ઈન્દ્રજીતસિંહ લખુભા ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.