હાલ વધુ વરસાદ પછી કપાસમાં સુકારો આવવાની શક્યતા
વરસાદ પછી જો કપાસનો છોડ નમી ગયેલ હોય તો તેને ઉભો કરી પગથી દબાવી દેવો જોઈએ, ત્યાર બાદ યુરીયા અથવા એમોનીયા સાથે ૧૫૦ ગ્રામ સાફ, ૧૫૦ ગ્રામ બ્લુ કોપર મિક્સ કરીને કપાસના થડે – થડે આપવું જોઈએ, ત્યાર બાદ કૂવા અથવા બોરનું પાલર પાણી કાઢવું, પાવું જોઈએ. હાલ વધુ વરસાદ પછી ખેતરોમાં રહેલા ઉભા પાક કપાસમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણ જણાવી છે. જેમાં ખેતરમાં શેઢાપાળે રાખેલ સાંઠીઓનો બાળીને નાશ કરવો. કપાસમાં શરૂઆતની અવસ્થાએ જૈવિક દવા સાવજ બ્યુવેરીયા ૬૦ ગ્રામ દસ લિટર પાણીમાં સ્ટીકર સાથે ભેળવી છોડ પુરેપુરો પલળી જાય તે રીતે છંટકાવ જ્યારે સોયાબીનના વાવેતરમાં લશ્કરી નામની ઈયળોનો ઉપદ્રવ જાવા મળી રહ્યો છે જેના નિયંત્રણ માટે જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ/પંપ અથવા બેસીલસ થુરીન્જીનેસીસ (બી.ટી.) ૧૫-૨૦ મિ.લિ./પંપ અથવા વિષાણું આધારિત ગીર સાવજ એચ.એન.પી.વી., એસ.એન.પી.વી. ૨૫ મિ.લિ./પંપ પ્રમાણે અઠવાડિયાના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવાથી પણ નિયંત્રણ લાવી શકાય તેમ છે.