વર્ષ ૨૦૧૮માં પાટીદાર અનામત આંદોલન થયું તે વખતે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ગેરવર્તણુંક કરવા માટે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૫૩, ૧૮૮, ૧૮૬, ૧૨૦, ૨૯૪, ૩૪ અને ૫૦૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ પર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ૧૦ સપ્ટેમ્બરે બુધવારે પ્રથમ વોરંટ ઇશ્યું કર્યુંહ તું. તેમ છતા હાર્દિક પટેલ હાજર નહી થતા બીજુ વોરંટ ઇશ્યું આજે કોર્ટ દ્વારા કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે એટલે કે ૧૨ સપ્ટેમ્બરે શુક્રવારે બીજું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારને અનામત આપવાની માગણી અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ પરવાનગી વિના, પૂર્વ આયોજિત કાવતરૂં ઘડીને રેલી કાઢી હતી. આ ઉપરાંત કોર્પોરેશનની જગ્યામાં પ્રતિક ઉપવાસ પર પણ બેસી ગયાહ તા. જે માટેની કોઇ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી.જો કે પરવાનગી નહી હોવાથી પોલીસ દ્વારા રેલી અટકાવવામાં આવી હતી. જેથી ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ સાથે ગેરવર્તણુંક કરવામાં આવીહ તી. પોલીસને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ સાથે ઝપાઝપી પણ કરવામાં આવી હતી. જેના કારણે અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ થયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા હાર્દિક પટેલ સહિતનાં લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.