કાંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના બીજો દિવસે હાર્દિક પટેલ મીડિયા સમક્ષ આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કાંગ્રેસ પાર્ટી અને પ્રદેશ નેતાઓ તેમજ કાંગ્રેસના શીર્ષ નેતાઓ સમક્ષ અનેક આક્ષેપ લગાવ્યા છે. બીજી તરફ આજે કાંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તેમજ પ્રદેશ કાંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ રાજકોટ પહોંચ્યા છે. આ દરમિયાન રઘુ શર્મા સહિતના નેતાઓ પાટીદાર અગ્રણી નરેશ પટેલને પણ મળ્યા હતા. જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ નરેશ પટેલ સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
હાર્દિક પટેલના રાજીનામા પત્ર અને આજની પત્રકાર પરિષદના આક્ષેપો અંગે નિવેદન આપતા ગુજરાત પ્રદેશ કાંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “હાર્દિક પટેલ છેલ્લા એકાદ મહિનાથી જે બોલતા હતા તેના પરથી પાર્ટીને અણસાર આવી ગયો હતો. કોર્ટ કેસમાં તેમને જોમીન મળ્યા છે ત્યારથી તેમના બીજેપી સાથે સંબંધો હતા. આ વાતની જોણ કાંગ્રેસ પાર્ટીને હતી. અમને એવું હતું કે અમારી સાથે બેઠા છે એટલે વફાદારીથી રહેશે. જનરલ ડાયરનો શબ્દ પ્રયોગ કરનારા જનરલ ડાયરના શરણે નહીં થાય અથવા અંગત લાભ માટે અથવા સજો ન થાય તે માટે કોઈ સમાધાન નહીં કરે. તેઓ સમાજનો એક ચહેરો બન્યા છે. તેઓ કોઈપણ ભાગે સરન્ડર ન કરે અને કોઈ રસ્તો નીકળે તે માટે ચર્ચાઓ ચાલી રહી હતી.”
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, “ગઈકાલે તેમણે રાજનામું આપ્યું. તેમના પત્રમાં જે ભાષા લખાયેલી હતી તેના પરથી તે પત્ર કમલમ ખાતે લખાયો હોય તેવું લાગે છે. હાર્દિકને પાર્ટીએ પાંચ રાજ્યમાં સ્ટાર પ્રચારક બનાવ્યા. વિમાનથી લઈને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સતત સાથે રાખ્યા. પરંતુ મૂળ મુદ્દો કાંગ્રેસમાં રહીને રાજદ્રોહનો કેસ ચાલે તેના કરતા તેમણે ભાજપમાં જઈને દેશભક્ત કે રાષ્ટ્રભક્ત બનવાનું પસંદ કર્યું છે. તેમણે દેશદ્રોહી ન થવાને બદલે શરણે જવાનો નિર્ણય કર્યો છે.”
નેતાઓ કાંગ્રેસ છોડીને જઈ રહ્યા હોવા મામલે જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, હવે કોઈ વ્યક્તિ કાંગ્રેસ છોડીને જોય તેવું લાગતું નથી. હાર્દિક છેલ્લા એક અઠવાડિયાથી કાર્યકરો અને નેતાઓને ફોન કરે છે કે તે કાંગ્રેસ છોડી રહ્યો છે, તેઓ પણ પાર્ટી છોડે. હાર્દિકે ગઈકાલે કાંગ્રેસ પાર્ટી છોડી છે ત્યારથી અત્યારસુધી હજુ કોઈ નેતાએ પાર્ટી છોડી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.”
નરેશ પટેલ સાથે મુલાકાત કરવા મામલે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “આજે અમે નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમને ત્યાં ચા-પાણી કરીને
નીકળી ગયા હતા. તેમને મળીને આનંદ થયો. નરેશભાઈને કાંગ્રેસમાં લાવવા માટે ભૂતકાળમાં કાંગ્રેસના શીર્ષ નેતૃત્વએ જોહેરમાં અને તેમને મળીને રૂબરૂ આમંત્રણ આપ્યું જ છે.”
કાંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નરેશ પટેલ સાથે મુલાકાત કરવા મામલે જણાવ્યુ હતુ કે, “નરેશ પટેલ અગ્રણી સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ છે. તેઓ મારા મિત્ર છે. આજે અમારા પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ તેમને મળ્યા હતા. અમે ચા-પાણી નાસ્તા માટે આવ્યા હતા. અમારી મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી.”