ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની પત્ની સર્બિયન મોડેલ અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેન્કોવિક ગયા વર્ષે અચાનક જ પોતાના લગ્ન અને ગર્ભાવસ્થાની જાણ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કોરોના વચ્ચેના લગ્ન બાદ બંનેએ જુલાઈ ૨૦૨૦ માં તેમના બાળક અગાસ્ત્યનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. હવે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ નતાશા સ્ટેન્કોવિક અને હાર્દિક પંડ્યાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જાઈને યુઝર્સ નતાશાની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આ ફોટા બતાવે છે કે, આ દંપતી તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે. ફોટામાં નતાશા સ્ટેન્કોવિકનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે, જે બતાવે છે કે તે ફરીથી મમ્મી બનવાની છે. જાકે સેલિબ્રિટી કપલ દ્વારા આ અંગે સ્પષ્ટ પણે કશું કહેવામાં આવ્યું નથી. ફોટા શેર કરતાં હાર્દિક પંડ્યાએ પોતાના ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. હાર્દિકે આ ફોટાને કેપ્શન આપ્યું હતું કે ,ર્મારા વતી મેરી ક્રિસમસ અને મારા પરિવાર તરફથી બધાને.ર્ જ્યારે નતાશાએ આ જ તસવીરો શેર કરી હતી, જેમાં ચાહકોને ક્રિસમસ ની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જે બાદ ફોટામાં તેનો બેબી બમ્પ આવ્યા બાદ અભિનેત્રીની પ્રેગ્નન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ છે.પરંતુ, હાર્દિક પંડ્યાએ શેર કરેલા ક્રિસમસના ફોટા જાયા બાદ યુઝર્સ પણ આવું જ અનુમાન લગાવી રહ્યા છે. નતાશા ફોટામાં ગુલાબી મખમલના ડ્રેસમાં અને પતિ હાર્દિક પંડયા અને પુત્ર અગસ્ત્ય સાથે પોઝ આપતી જાવા મળે છે. આ ફોટાને જાતા એવું લાગે છે કે નતાશા ગર્ભવતી છે કારણકે, તેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે.