ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ બગડી ગઈ છે. ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસે વિપક્ષનું પદ ગુમાવ્યું છે. ત્યારે કોંગ્રેસે પોતાની હારનું મંથન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ મોરચો માંડીને રાજીનામું આપવાનો પડકાર ફેક્યો છે. ત્યારે સવાલ એ છે કે, ગુજરાત કોંગ્રેસમાં કોણ જવાબદારી લેશે, અને કોણ રાજીનામું આપશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું નિરાશાજનક પરિણામ બતાવે છે કે, કોંગ્રેસના રેસના ઘોડા કે લગ્નના ઘોડા ક્યાય ચાલે એવા નથી. આવામાં વલસાડ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ નેતૃત્વ સામે મોરચો માંડ્યો છે.મેમ્બર ગૌરવ પંડ્યાએ માંગ કરી કે, હારની નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસના ટોચના નેતાઓ રાજીનામા આપે. હાઈકમાન્ડના વિઝનને સાકાર કરવા માટે પક્ષમાં મોટા ફેરફારો અનિવાર્ય છે. રાહુલ ગાંધીના ‘વિઝન ૨૦૨૭’ આડે પ્રદેશ નેતાઓનો અવરોધ? આમ, ગૌરવ પંડ્યાની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ છે. ગૌરવ પંડ્યાની આ પોસ્ટ બાદ રાજકીય આલમમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ ખેમામાં ખળભળાટ મચી ગયો છે.
સુપ્રભાત. આજથી ગુજરાત કોંગ્રેસની ‘બકરા શોધો’ ઝુંબેશનો પ્રારંભ અને ૨૦૨૭ના અંતનો આરંભ. નામોશીને નિમંત્રણ આપનારાઓ પોતેજ નામોશીના કારણો શોધી કાઢવા તત્પર બનશે અને બેશરમીપૂર્વક હોદ્દા પર બની રહેશે. જય કોંગ્રેસ
કોંગ્રેસને મળેલા નિરાશાજનક પરિણામો પર ગુજરાત કોંગ્રેસ મંથન કરશે તેવો નિર્ણય લીદો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક મળશે. ૨ મેથી લઈ ૬ મે સુધી ઝોન વાઈઝ મંથન કરશે. કોંગ્રેસને મળેલા પરિણામ અંગે નેતાઓ મંથન કરશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બેઠક યોજાશે. દક્ષિણ ઝોનના પદાધિકારીઓની સાથે બેઠકનું આયોજ કરાયં છે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, વિપક્ષ નેતા, નિરીક્ષકો અને પ્રભારી હાજર રહેશે. આ બેઠકમાં દરેક નેતાઓને પોતાના વિસ્તારમાં થયેલા હારનો આપવો રિપોર્ટ આપવો પડશે.
દક્ષિણ ગુજરાત કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાના રાજીનામાવાળા નિવેદન પર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, પ્રદેશથી ઉમેદવાર સુધી બધાનો અલગ અલગ રોલ છે. જ્યાં જ્યાં કચાશ રહી તેની શોધ કરાશે. જે લોકો ભય વગર લડ્યા તેમને સંગઠનમાં સ્થાન આપીશું.
અમિત ચાવડાએ આગળ કહ્યું કે, કોંગ્રેસની બેઠક બાદ સંગઠનમાં પણ ફેરફાર થશે. ખોટી પ્રેÂક્ટસ કરી જીત્યા છે તેને ખુલ્લા પાડીશું. પોલીસનો હાથો લેવાયો છે તેને પણ ખુલ્લા પાડીશું. દરેક સ્થળે જ્યાં સમીક્ષા કરી ૨૦૨૭ માટે જમીન સ્તરે મજબૂત નેતૃત્વ બનાવવા કામ કરાશે. વધારે કાળજી સાથે કામ કરવું જાઈએ ત્યાં કચાશ સામે આવી છે. કાર્યકર અને આગેવાન નિષ્ક્રિયતા અંગે મંથન કરીશું. પોલીસ દ્વારા દબાવવામાં આવ્યાની ફરિયાદ આવી તે મુદ્દો પણ છે. મત વિભાજીત થવાથી પરિણામ પર શુ અસર થઈ તેનો રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે. દરેક ઝોનમાં આગેવાનો લોકો પાસે જઈ વસ્તુત ચર્ચા કરીશું. એન્ટી પાર્ટી કામગીરી કરી તેની સામે કાર્યવાહી કરાશે તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ હોય તેના આંકડાઓ સામે આવ્યા છે. કોંગ્રેસ પક્ષના ૨૨૨૩ ઉમેદવારોની ડીપોઝિટ જપ્ત થઈ છે. આમ આદમી પાર્ટીના કુલ ૩૩૬૫ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના આંકડાઓ સામે આવ્યા છે. વોટિંગના ૧૦ ટકા પણ મત ન મળતા કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ છે.








































