મોંઘવારી કેટલી વધી ગઈ છે તેનું ઉત્તમ ઉદાહરણ જાવું હોય તો આ વિડીયો છે. લોકો હવે શાકભાજી પણ ચોરવા લાગ્યા છે. વલસાડમાં શાકભાજીની ચોરીના વિડીયો વાઇરલ થયા છે. વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં શાકભાજીની ચોરી થઈ છે. આમ ચોરોના હાથફેરામાંથી શાકભાજી માર્કેટ પણ બાકી રહ્યા નથી.
આ ચોરી પાછી ધોળા દિવસે થઈ છે. આ ચોરી બીજા કશાની નહીં પણ ડુંગળી અને આદુની ચોરી થઈ છે. ડુંગળી અને આદુની આખીને આખી બોરીઓ ચોર ઉઠાવી ગયા છે. ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વિડીયો પણ વાઇરલ થઈ ગયો છે.
આજે પરિસ્થીતિ એવી થઈ ગઈ છે કે બટાકા અને ડુંગળીને બાદ કરતાં દરેક શાકનો ભાવ કિલોએ સો રૂપિયા વટાવી ગયો છે. આના લીધે સામાન્ય માનવી માટે જીવન દોહ્યલુ બની ગયું છે. સામાન્ય માનવીનો શાકભાજીનો માસિક ખર્ચો ત્રણ હજાર રૂપિયાને વટાવી ગયો છે. આ સંજાગોમાં હવે લોકો શાકભાજીની ચોરી કરવા સુધી ઉતરી આવ્યા છે. આ બતાવે છે કે મોંઘવારી જા આમ જ વધતી રહી તો ચોરીની સાથોસાથ આગામી દિવસોમાં શાકભાજીની લૂંટફાટ થતી જાવા મળે તે દિવસો પણ દૂર નહીં હોય.