અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. બગસરાના હામાપુર ગામ પાસે ટ્રક પલટી જતાં એક પુરુષનું મોત થયું હતું, જ્યારે બે ઘાયલ થયા હતા. આ અંગે જાળીયા ગામના ચંદુભાઈ અમુભાઈ ધાણક (ઉ.વ.૬૩)એ રાજકોટના શાપર વેરાવળ પુલ પાસે રહેતા હરેશભાઈ માનસિંગભાઈ મેડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેનો ટ્રક પુરઝડપે ચલાવી સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો. જેના કારણે રાજુભાઈ ગોરધનભાઈ વાંકલાનું નિધન થયું હતું, જ્યારે સંજયભાઈ અને પ્રવિણભાઈને નાની-મોટી ઈજા થઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એ.આસનાણી વધુ તપાસ કરી રહ્યા છે.