હામાપુર ગામે મોટા રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ધારી બગસરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જે.વી. કાકડીયાએ હાજરી આપી હતી. સતાધાર જગ્યાના પૂજ્ય સંત વિજય બાપુ અને બગસરા જગ્યાના મહંત જેરામ બાપુના આશીર્વચનથી મહોત્સવની શોભા વધી હતી. આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઇ કાનાણી, જિલ્લા ભાજપના મંત્રી મનોજભાઈ મહિડા, જિલ્લા પંચાયતના સદસ્ય ધીરૂભાઇ માયાણી, એ.વી. રીબડીયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી સહિતના હાજર રહ્યાં હતા.