બગસરા તાલુકાના હામાપુર ગામના યુવાન હિરેન રાજેશભાઈ મુંગલપરાને અચાનક ગંભીર બીમારી આવી પડતાં તેમના પરિવાર પર આર્થિક સંકટ આવી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારી, બગસરા અને ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરી છે. હામાપુર ગામના યુવાન હિરેન મુંગલપરા નાની વયમાં ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. તેમની સારવાર માટે મોટા ખર્ચની જરૂર છે, જે તેમના પરિવાર માટે પહોંચી વળવું મુશ્કેલ છે. આથી, સ્થાનિક લોકો અને પરિવારે ધારાસભ્ય જે.વી. કાકડિયાનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.