રાજુલા તાલુકાના યુવા અને કોળી સમાજના કાર્યકર ચેતનભાઈ બાબુભાઈ શિયાળની ‘હાથ સે હાથ જોડો કાર્યક્રમ’ના અમરેલી જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાન અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર, જેનીબેન ઠુંમર, સંદીપભાઈ ધાનાણી, ડી.કે. રૈયાણી, ઠાકરશીભાઈ મેતલીયા, ટીકુભાઈ વરૂ, ગાંગાભાઈ હડિયા, નાયાભાઈ ગુજર, રવિભાઈ ધાખડા સહિતના આગેવાનોએ આવકારી છે.