લીલીયા તાલુકાના હાથીગઢ ગામે પાંચ તલાવડા ગામની સીમમાં તથા કુતાણા ગામે ઝટકા મશીન, પાવર માટેની બેટરી, મોટર સહિતની વસ્તુઓની ચોરી મામલે ૪ શખ્સો સામે બે એફઆઇઆર થઇ છે. જેમાં સંજયભાઇ ધોરાજીયાએ હરેશ વાઘેલા, સુરેશ વાઘેલા, બાબુ ખુમાણ તથા કિરીટ ખુમાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, હરેશ અને સુરેશે તેમની વાડીમાંથી ઝટકા મશીન સહિતની વસ્તુની ચોરી કરી હતી અને આ મુદ્દામાલ બાબુ ખુમાણ તથા કિરીટ ખુમાણે રાખી આ ગુનામાં મદદગારી કરી હતી.
જ્યારે ભાવેશભાઇ જાગરાણા નામની વ્યક્તિએ આ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, પ્રથમ બે શખ્સોએ તેમના મકાન પાછળ આવેલ પ્લોટમાં પ્રવેશ કરી મોટરની ચોરી કરી હતી અને ચોરીનો આ મુદ્દામાલ બાબુભાઇ અને કિરીટભાઇએ પોતાની પાસે રાખી ગુનામાં મદદગારી કરી હતી.