સાવરકુંડલાના હાથસણી ગામે પાણી પુરવઠા હેડ વર્ક્સ સ્ટેશન પાસે કોન્ટ્રાક્ટર પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે
જેસરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા જીવાભાઈ ઉર્ફે મુન્નાભાઈ દેહુરભાઈ ભુવા (ઉ.વ.૩૫)એ મેવાસા ગામના દિલીપભાઈ ગંભીરભાઈ ખુમાણ તથા પીઠવડીના વનરાજ કાઠી અને અજાણ્ચા સાત ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ત્રણ ફોરવ્હીલ વાહનમાં હાથસણી ગામે પાણી પુરવઠાના હેડ વર્ક્સ સ્ટેશને આવી તેમને તથા સાહેદોને ગાળો આપી છરી બતાવી કાંઠલા પકડી નીચે પાડી દીધા હતા.
ઉપરાંત આ વિસ્તારમાં જેટલુ કામ થાય તેમાં એક મીટરે રૂ.૨૦ લેખેના પૈસા બળજબરીથી કઢાવી લેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.