દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ કોંગ્રેસ કાઉન્સીલર ઈશરત જહાંને આપવામાં આવેલા જામીન સામે દિલ્હી પોલીસની અપીલ ફગાવી દીધી. આ કેસ ૨૦૨૦ દિલ્હી રમખાણો પાછળના કથિત મોટા કાવતરા સાથે સંબંધિત છે. જસ્ટીસ નવીન ચાવલા અને રવિન્દર દુડેજાની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો.
બેન્ચે અવલોકન કર્યું કે જામીન મંજૂર થયાને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ જામીન શરતોના ભંગનો કોઈ આરોપ નથી. કોર્ટે જણાવ્યું હતું કે તે અગાઉના જામીન આદેશમાં દખલ કરવા તૈયાર નથી. ઇશરત જહાંને માર્ચ ૨૦૨૨ માં દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. આ આધારે, કોર્ટે દિલ્હી પોલીસની અપીલ ફગાવી દીધી.
૨૦૨૦ માં નાગરિકતા સુધારો કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા અને આગચંપી દરમિયાન ૫૩ લોકો માર્યા ગયા હતા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકારના નિર્ણયો – રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અને નાગરિકતા સુધારો અધિનિયમ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાકે, દિલ્હી પોલીસના આરોપોએ પ્રદર્શનકારીઓ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા.









































