સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના અધૂરા કામના પાપે કોડીનારથી મીતીયાજ ગામે તેમના સંબંધીને મળવા જતા એક પરિવારની કાર નેશનલ હાઇવેના ચાલુ કામના રોડ પર માટીના ઢગલા ઉપર અચાનક ઘૂસી જતાં ગમખ્વાર ઘટના બનવા પામી હતી. નેશનલ હાઇવેના અધિકારીઓના ધોર પાપે થયેલા આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. વાહન ચાલકે આ અકસ્માતમાં નેશનલ હાઇવે ઓથોરિટીને જવાબદાર ગણીને તેમની સામે એફ.આઇ.આર દાખલ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોડીનાર તાલુકાના માલ ગામ પાસે નેશનલ હાઇવેના ચાલુ કામના રોડ વચ્ચે પડેલા માટીના ઢગલામાં અથડાઈને એક મોટરસાયકલ સવારનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું ત્યારે હજુ પણ આ રોડ ઉપર અનેક જગ્યાએ કામ ચાલુ છે.