અમરેલી જિલ્લામાં શાકભાજીનું વાવેતર વધી રહ્યું છે ત્યારે, રાજ્યના બાગાયત વિભાગ દ્વારા હાઇબ્રીડ શાકભાજી (મરચાં, ટમેટાં, રીંગણાં, કોબી, ફ્‌લાવર, ભીંડા, વેલાવાળા શાકભાજી)ના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૨૪,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (www.ikhedut.gujarat.gov.in) પર ૩૧ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં, પ્રાકૃતિક રીતે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૨૦,૦૦૦ની સહાય મળશે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા પણ રૂ. ૨૬,૦૦૦ થી રૂ. ૮૦,૦૦૦ સુધીની સહાય ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરી શકાય છે.