અમદાવાદના બોડકદેવમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ પકડાયું છે. સિંધુભવન પાસેના અશ્વવિલા બંગ્લોઝમાંથી ૧૧ જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. ઝડપાયેલા લોકોમાં બિલ્ડર, ફાઇનાન્સર અને જમીન દલાલ સહિતના લોકોનો સમાવેશ થાય છે.. બંગલાનો માલિક સેફુ જુગાર રમાડતો હતો.
પોલીસે સ્થળ પરથી ૧ લાખની રોકડ રકમ અને ૧ કરોડથી વધુની કિંમતની મોંઘીકાર જપ્તકરી છે.. પોકર ટેબલ ગોઠવીને છેલ્લા એક મહિનાથી તેઓ તીન પત્તી રમતા હતા.બંગલાનો માલિક સેફુ જુગાર રમાડવા માટે કમિશન લેતો હતો. સેફુ ઉર્ફે સ્નેહ શાહ ગાડીની લે-વેચનું કામ કરતો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
પોલીસે ઝડપાયેલા તમામ ૧૧ ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ એ બાબતે પણ તપાસ હાથ ધરી છે કે બંગલાના માલિક સેફુનો ભૂતકાળ સટ્ટાકીય પ્રવૃતિઓ સાથે જાડાયેલો છે કે કેમ