યોગી પછી હવે મોદી ?
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામમાં ભાજપનો જયજયકાર થઈ ગયો પછી આ ચર્ચા ચોમેર ચાલી રહી છે. ચૂંટણી યોજાઈ હતી એ પાંચ રાજ્યોમાંથી પંજાબ સિવાયનાં બાકીનાં ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુરમાં ભાજપનું જ શાસન હતું. ભાજપે ચારેય રાજ્યોમાં શાનદાર જીત મેળવીને સત્તા જાળવી છે પણ વધારે ચર્ચા ઉત્તર પ્રદેશની જીતની છે કેમ કે ઉત્તર પ્રદેશમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે.
ઉત્તર પ્રદેશમાં આઝાદી પછીના સાડા પાંચ દાયકા રાજકીય અસ્થિરતાના હતા. કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે જીતતી પણ વચ્ચે વચ્ચે મુખ્યમંત્રી બદલી નાંખતી તેથી રાજકીય અસ્થિરતાનો માહોલ રહેતો. બહુજન સમાજ પાર્ટીનાં માયાવતીએ ૨૦૦૭માં સ્પષ્ટ બહુમતી મેળવીને રાજકીય સ્થિરતા આપી. માયાવતી ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરનારાં પહેલાં મુખ્યમંત્રી હતાં. ૨૦૧૨માં અખિલેશ યાદવ જીત્યા પછી તેમણે પણ પાચં વર્ષ પૂરા કર્યાં. ૨૦૧૭માં ભાજપની જીત પછી મુખ્યમંત્રી બનનારા યોગી આદિત્યનાથે પણ પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હતી.
યોગી એ રીતે પાંચ વર્ષની ટર્મ પૂરી કરનારા ત્રીજા મુખ્યમંત્રી છે પણ યોગીની સિધ્ધી એ રીતે મોટી છે કે, પાંચ વર્ષ પૂરાં કર્યા પછી તેમન નેતૃત્વમાં ભાજપે ફરી જીત મેળવી છે. માયાવતી અને અખિલેશ જે સિધ્ધી નહોતા મેળવી શક્યા એ સિધ્ધિ યોગી આદિત્યનાથે મેળવી છે. તેના કારણે યોગી ભાજપમાં મોટા નેતા બની ગયા છે.
યુપી દેશનું સૌથી મોટું રાજ્ય છે અને આ રાજ્યમાં ભાજપને સળંગ બે વાર જીતાડનારા નેતા તરીકે યોગીને હવે ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મોટી તક મળી જ શકે.આ તક મોદીના રાજકીય વારસ તરીકેની હોઈ શકે છે તેથી ‘યોગી પછી હવે મોદી’ એ સવાલ પૂછાય કે ચર્ચા થાય એ સ્વાભાવિક છે.
યોગી આદિત્યનાથ ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય વારસ બની શકે એ માટે કેટલાંક મજબૂત કારણો છે.
ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭ની ભવ્ય જીત પછી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા પછી યોગીએ આક્રમક રીતે હિંદુત્વનો એજન્ડા ચલાવ્યો છે. પાંચ વર્ષ દરમિયાન યોગી સતત હિંદુત્વની જ વાત કરતા રહ્યા છે. યુપીમાં બધુ હિંદુ વર્સીસ મુસ્લિમના એંગલથી જ જોવાની ને લોકો સામે એ રીતે જ રજૂ કરવાની યોગીની વ્યૂહરચનાના કારણે ભાજપ મજબૂત બન્યો છે તેમાં શંકા નથી.
યોગીની છાપ પહેલેથી કટ્ટરવાદી હિંદુવાદી નેતા તરીકેની છે. તેના કારણે હિંદુવાદી મતદારો યોગીને ભગવાન માનતા હતા. મુખ્યમંત્રીપદે બેઠા પછી યોગીએ પોતાની આ ઈમેજ વધુ મજબૂત બને તેનું પૂરતું ધ્યાન રાખ્યું છે. યોગીએ સતત અયોધ્યા, મથુરા, કાશીમાં મંદિર નિર્માણની વાતો કરીને હિંદુવાદને પ્રબળ બનાવ્યો છે. મુસ્લિમ માફિયાઓ પર બુલડોઝર ફેરવી દીધાનો દાવો કરીને હિંદુ મતદારોની વાહવાહી લૂંટવામાં યોગી સફળ થયા છે.
ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને છાકો પાડી દીધો તેમાં ઉત્તર પ્રદેશની ભવ્ય જીતનું યોગદાન બહુ મોટું હતું. ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો છે. ભાજપે ૭૧ બેઠકો પોતે જીતી હતી જ્યારે ૨ બેઠકો સાથી પક્ષોએ જીતી હતી. લોકોએ મોદીની હિન્દુવાદી ઈમેજને મત આપેલા.
અખિલેશ યાદવના શાસનકાળમાં થયેલાં મુઝફ્ફરનગરનાં તોફાનોએ ભાજપની જીતમાં મોટો ભાગ ભજવેલો. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ હિંદુત્વના જોરે જ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેના કારણે જ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવાયેલા કે જેથી હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવી શકાય. યોગીએ આ એજન્ડાને સફળતાપૂર્વક આગળ ધપાવ્યો તેથી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ભાજપને હિંદુત્વ ફળેલું. ભાજપે ૨૦૧૯માં સાથી પક્ષો સાથે મળીને ૬૩ બેઠકો જીતી હતી. આ જીતના કારણે ભાજપે હિંદુત્વની નીતિને આગળ ધપાવી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ કોરિડોર, વિંધ્યાચલ કોરિડોર વગેરે દ્વારા ભાજપે ચૂંટણીમાં હિંદુત્વની લહેર ઉભી કરવા માંડી યોગી તેમાં કેન્દ્રસ્થાને હતા.
આ તો થોડાંક ઉદાહરણ આપ્યા પણ યોગીએ સિસ્ટેમેટિકલી હિંદુત્વની ઈમેજને મજબૂત કરીને આગવી રાજકીય ઓળખ બનાવી છે. ભાજપને આ રાજકીય ઓળખ ફળી પણ છે. ઉત્તર પ્રદેશમાં હિંદુત્વની લહેર પર તરીને ભાજપ ફરી જીતી ગયો છે. ખેડૂત આંદોલન સહિતના મુદ્દા ભાજપને નડશે એવી આગાહીઓ થતી હતી પણ યોગી આદિત્યનાથના હિંદુત્વ સામે આ બધા મુદ્દા ફિક્કા પડી ગયા છે. ઉત્તર પ્રદેશના મતદારોએ હિંદુત્વના આધારે બે લોકસભા ચૂંટણી ને બે વિધાનસભા ચૂંટણી એમ સળંગ ચોથી વાર ભાજપને જીતાડી દીધા છે તેનું કારણ યોગી છે.
યોગીની હિંદુત્વના મસિહા તરીકેની આ ઓળખને ભાજપ અવગણી ના શકે.
ભાજપ યુપીને પણ ના અવગણી શકે.ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. લોકસભાની ૮૦ બેઠકો ઉત્તર પ્રદેશમાં છે તેથી ઉત્તર પ્રદેશમાં જીતે એ પક્ષ કેન્દ્રમા સરકાર રચે એ સમીકરણ વરસોથી ચાલે છે. કોંગ્રેસ યુપીમાં મજબૂત હતી ત્યાં
આભાર – નિહારીકા રવિયા સુધી તેને કેન્દ્રમાં સરકાર રચવામાં તકલીફ નહોતી પડતી પણ યુપીમાં નબળી પડતાં જ તેની પડતીના દિવસો શરૂ થયા. એક સમયે સ્પષ્ટ બહુમતી સાથે જ સરકારો રચનારી કોંગ્રેસ ૧૯૮૪ની ભવ્ય જીત પછી પોતાની તાકાત પર કદી સરકાર નથી બનાવી શકી, ગઠબંધન જ કરવું પડ્યું છે તેનું કારણ ઉત્તર પ્રદેશમાં થયેલી તેની પડતી છે.
કોંગ્રેસે ૧૯૮૪ પછી પહેલી વાર ૨૦૦ બેઠકોનો આંકડો ૨૦૦૯માં પાર કર્યો હતો. તેમાં યુપીનું સૌથી મોટું યોગદાન હતું કેમ કે ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૧ બેઠકો જીતી હતી. એ વખતે કોંગ્રેસ અજીતસિંહની રાષ્ટ્રીય લોકદળ સાથે મળીને ચૂંટણી લડેલી. અજીતસિંહની પાર્ટીએ ૫ બેઠકો જીતેલી ને એ રીતે કોંગ્રેસનું ગઠબંધન ૨૬ એટલે કે લગભગ ત્રીજા ભાગની બેઠકો જીત્યું હતું.
ભાજપને પણ કેન્દ્રમાં સત્તા મળી તેનું કારણ યુપી જ છે.ઉત્તર પ્રદેશમાં ભાજપે હિંદુત્વના જોરે એવા ખિલા ઠોકી દીધા છે કે તેને કોઈ હરાવી શકે તેમ નથી. ભાજપ એટલો મજબૂત છે કે તેને કોઈ હલાવી શકે તેમ નથી. નરેન્દ્ર મોદી પોતે યુપીનાં લોકોને રાજી રાખવા ગુજરાત છોડીને વારાણસીમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા છે. ભાજપ પોતે લોકસભામાં જે બેઠકો જીત્યો છે
અનુસંધાન પાના નં.૭
તેમાંથી પાંચમા ભાગની બેઠકો માત્ર યુપીમાંથી છે. યુપીમાં ભાજપનો ધબડકો થાય તો ભાજપ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મેળવી શકે. સ્વાભાવિક રીતે જ ભાજપ યુપીમાં કશું ડિસ્ટર્બ થાય એવું ના જ ઈચ્છે તેથી યોગી માટે તક છે.
યોગીને આગળ કરાય તો ભાજપમાં આંતરિક વિગ્રહ પણ થાય.સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો યોગી આદિત્યનાથ વર્સીસ અમિત શાહનો જંગ શરૂ થવાની પ્રબળ શક્યતા છે. તેનું કારણ એ કે, અત્યાર સુધી શાહ જ મોદીના રાજકીય વારસ મનાતા હતા.હવે યોગી મેદાનમાં છે.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પછી નરેન્દ્ર મોદીએ અમિત શાહના યોગદાનની કદર કરીને દેશના ગૃહ પ્રધાન બનાવ્યા હતા. મોદી સરકારની પહેલી ટર્મમાં રાજનાથસિંહ દેશના ગૃહ પ્રધાન હતા. રાજનાથસિંહ કેબિનેટમાં નંબર ટુ હતા પણ મોદીએ અમિત શાહને નંબર ટુ બનાવીને રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાને પણ હાંસિયામાં ધકેલી દીધા હતા. મોદીએ અમિત શાહને નંબર ટુ બનાવ્યા તેના કારણે એવું મનાતું હતું કે, ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય વારસ હવે અમિત શાહ જ છે. મોદી પછી ભાજપની બાગડોર અમિત શાહના હાથમાં જ આવશે એવું સૌએ માની લીધેલું પણ ખેડૂત આંદોલન સહિતના મુદ્દાઓને કારણે મોદી ભીંસમાં આવ્યા પછી ઉત્તર પ્રદેશ તેમના માટે મહત્વનું બની ગયું તેથી યોગીને તેમણે વધારે મહત્વ આપવા માંડ્યું.
શાહ મોદીના અત્યંત વફાદાર છે પણ મોદી પોતાના રાજકીય વારસ તરીકે શાહને બદલે યોગી આદિત્યનાથને આગળ કરી રહ્યા છે તેથી શાહ નારાજ છે એવું લાંબા સમયથી સંભળાયા કરે છે. મેઘાલયના રાજ્યપાલ સતપાલ મલિકે થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે, ખેડૂત આંદોલન મુદ્દે પોતે મોદીને મળ્યા પછી શાહને મળવા ગયા ત્યારે શાહે મોદી વિશે એવું કહ્યું હતું કે, મોદીની બુધ્ધિ લોકોના કારણે બહેર મારી ગઈ છે પણ તમે ચિંતા કર્યા વિના મને મળતા રહો, જે કંઈ હોય એ કહેતા રહો. એક દિવસ મોદીને આ બધી વાતો સમજાશે.
મલિકનો વીડિયો પણ વાયરલ થયો હતો. તેના કારણે શાહ-મોદી વચ્ચે બનતું નથી તેવી વાતો ચાલી હતી.
અમિત શાહના કટ્ટર વિરોધી આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બન્યાં પછી તેમણે મોદી-યોગીને નજીક લાવવાનું કામ કર્યું છે. તેના કારણે મોદી યોગી તરફ વધારે ઢળ્યા છે ને તેમાં હવે યુપીમાં ભવ્ય જીત થતાં યોગીનું વજન વધી ગયું છે.
જો કે સામે અમિત શાહ સરળતાથી કશું છોડે તેમ નથી.શાહે મોદીને ગાદી પર બેસાડવા માટે બહુ ભોગ આપ્યો છે. મોદીની પાછળ તેમણે વરસો ખર્ચ્યાં છે. મોદી માટે જેલમાં પણ ગયા છે તેથી એ તેનો બદલો માગે જ.
યોગી પોતાની અંગત તાકાત પર રાજકીય રીતે વજનદાર બન્યા છે તેથી એ પણ સરળતાથી કશું છોડે એમ નથી.
આ સંજોગોમાં જંગ તો થશે જ.