આપના મોબાઈલ પર જેનો નંબર સેવ નથી, તેનું નામ પણ સ્ક્રીન પર દેખાઈ શકશે અને તે પણ અધિકૃત એટલે કે તેના કેવાયસી આધારિત નામ જોવા મળશે, હાલમાં ટ‰ કોલરમાં જેમ કોઈ પોતાનું ગમે તે નામ લખે છે તેમ નહીં. આ સુવિધા ટુંક સમયમાં શરૂ થઈ જશે. ભારતીય દૂરસંચાર વિનિયામક ઓથોરીટી અર્થાત ટ્રાઈએ આ મામલે કામ શરૂ કરી દીધું છે.
કોઈ આ યોજનાનું અમલીકરણ કરવા માટે ટુંક સમયમાં પરામર્શ શરૂ કરશે. જેમાં કોલ કરનારનું કેવાયસી આધારીત નામ મોબાઈલની સ્ક્રીન પર દેખાશે. આ મામલે ટ્રાઈને દુરસંચાર વિભાગ (ડોટ)થી પણ ઈશારો મળ્યો છે. ટ્રાઈના ચેરમેન પી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે આ તંત્રને તૈયાર કરવા માટે વિચાર-વિમર્શ આગામી બે મહિનામાં થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે જયારે કોઈ કોલ કરશે તો તેનું કેવાયસી (આપના ગ્રાહકને જોણો) આધારીત નામ મોબાઈલ સ્ક્રીન પર આવશે. આ ફાયદો થશેઃ આ કેવાયસી આધારિત હશે મતલબ, આધાર, પાન સરકાર દ્વારા નકકી ધોરણોના આધારે હશે. કોઈપણ બોગસ નામ નહી લખી શકે. હાલ આપણે જે નામ ઈચ્છીએ તે સ્ક્રીન પર દેખાય છે.અજોણ્યા નંબરો પણ સાચા નામ અને શહેરની જોણકારી સાથે આવશે.આ સિસ્ટમથી સાયબર અપરાધ અને બદમાશી જેવી ઘટનાઓ પર લગામ લાગશે. આપના મોબાઈલનો ડેટા પણ વિદેશી કંપની પાસે નહીં જોય. કારણ કે આ એપ ભારતીય હશે.