મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક ૧૬ માર્ચ (શનિવાર)ના રોજ થઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે મહારાષ્ટ્રમાં કોઈપણ સફાઈ કામદાર ગંદકી ઉપાડશે નહીં. હવે રાજ્યમાં રોબોટિક મશીનની મદદથી સફાઈ કરવામાં આવશે. આ સાથે આચારસંહિતા લાગુ થયા પહેલા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. નિર્ણયો બાદ મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે જ્યારથી અમારી સરકાર બની છે ત્યારથી અમે જનહિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ખેડૂતો માટે, મહિલાઓ માટે અને દરેક માટે કામ કર્યું છે. આ નિર્ણયમાં મરાઠા સમુદાયને પણ અનામત આપવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે આ કોર્ટમાં પણ ટકી રહેશે.
મહારાષ્ટ્ર કેબિનેટમાં જે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેમા હવે મહારાષ્ટ્ર પોલીસ ગુનાઓને રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.,વણકર માટે એક આર્થિક સંઘ બનાવવામાં આવશે, જેમાં ૫૦ કરોડ રૂપિયા સુધીની જોગવાઈ છે.,રાજ્ય ઓટો રિક્ષા ચાલકો માટે કલ્યાણ બોર્ડ બનાવશે, જેમાં ૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.,વૃદ્ધ સાહિત્યકારો અને કલાકારોને નિવૃત્તિ સમયે ૫,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવશે.,સરકારી જગ્યાઓ પર ફિલ્મનું શુટિંગ ફ્રીમાં થશે.
અગાઉ, ગયા સોમવારે એટલે કે ૧૧ માર્ચે, શિંદે સરકારે તેની કેબિનેટમાં કેટલાક અન્ય મોટા નિર્ણયો લીધા હતા જેમાં હવેથી તમામ સરકારી દસ્તાવેજામાં માતાનું નામ લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ સિવાય સરકાર મુંબઈના ૫૮ બંધ મિલ કામદારોને ઘર આપશે. મ્ડ્ઢડ્ઢ ચાલ અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના મકાનો માટેની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવશે. અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવન માટે જમીન ફાળવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈમાં ૩૦૦ એકર જમીન પર વર્લ્ડ ક્લાસ સેન્ટ્રલ પાર્ક બનાવવામાં આવશે.