એર ઇન્ડીયાનું વિમાન એઆઇ-૧૭૧ ગુરુવારે અમદાવાદમાં અકસ્માતનો ભોગ બન્યું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોએ જીવ ગુમાવ્યો. આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ જીવિત રહી છે. આ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડીયા એરલાઇન કંપનીએ એક મોટી જાહેરાત કરી છે.
એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એક્સપ્રેસ ક્યારેય ફ્લાઇટ નંબર ‘૧૭૧’ નો ઉપયોગ કરશે નહીં. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૧ લોકો માર્યા ગયા હતા. ટેકઓફ પછી તરત જ ક્રેશ થયેલ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ નંબર એઆઇ ૧૭૧’ ઓપરેટ કરી રહ્યું હતું.