તમામ રેટિંગ એજન્સીઓ ૨૦૨૨-૨૩ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરી રહી છે. હવે રેટિંગ એજન્સી ફિચે પણ ૨૦૨૨-૨૩માં ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ૮.૫ ટકાથી ઘટાડીને ૭.૮ ટકા કર્યું છે.રેટિંગ એજન્સીઓ સહિતની સંસ્થાઓએ વધતી જતી ફુગાવા, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને વૈશ્વીક તણાવને કારણે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે.
એક પછી એક તમામ રેટિંગ એજન્સીઓ ૨૦૨૨-૨૩ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરી રહી છે. હવે રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે પણ ૨૦૨૨-૨૩માં ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ૮.૫ ટકાથી ઘટાડીને ૭.૮ ટકા કર્યું છે. આ પહેલા વર્લ્‌ડ બેંકે પણ ૨૦૨૨-૨૩માં ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ૭.૫ ટકા રહી શકે છે. અગાઉ તેણે ૮.૭ ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. એટલે કે વિશ્વ બેંકે તેના અંદાજમાં ૧.૨ ટકાનો ઘટાડો કર્યો છે.