આજે સુપ્રીમ કોર્ટે નીટ પીજી સંબંધિત દાખલ કરેલી અરજી પર પોતાનો નિર્ણય આપ્યો છે, જે મુજબ, હવે નીટ યુજીની જેમ, નીટ પીજીપરીક્ષા પણ એક જ શિફ્ટમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે નીટ પીજી પરીક્ષા ૧૫ જૂનથી શરૂ થવાની છે, આવી સ્થિતિમાં, કોર્ટનો નિર્ણય ખૂબ મોટો માનવામાં આવી રહ્યો છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં અધિકારીઓને એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે વ્યવસ્થા કરવા અને સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે નીટ પીજી ૨૦૨૫ પરીક્ષા બે શિફ્ટને બદલે એક જ શિફ્ટમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે નીટ પીજી પરીક્ષા ૧૫ જૂને યોજાવાની છે. જસ્ટીસ વિક્રમ નાથ, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ એનવી અંજારિયાની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. આ બેન્ચનું નેતૃત્વ જસ્ટીસ વિક્રમ નાથ કરી રહ્યા હતા. બેન્ચે નીટ પીજી ૨૦૨૫ પરીક્ષા બે શિફ્ટમાં યોજવા અંગેના નોટિફિકેશનને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.

બેન્ચે એનબીઇને ૧૫ જૂને યોજાનારી પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો આદેશ આપ્યો હતો. પરીક્ષા યોજવાની વ્યવસ્થા અને સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. બેન્ચે આદેશ આપતી વખતે એક મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી હતી. જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ દ્ગફ અંજારિયાએ કહ્યું હતું કે બે શિફ્ટમાં પરીક્ષા યોજવી મનસ્વી છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું, “કોઈ પણ બે પેપર ક્યારેય સમાન મુશ્કેલી અથવા સરળતાવાળા ન કહી શકાય અને આનાથી સમાન તક મળતી નથી. બે શિફ્ટમાં પ્રશ્નપત્રો ક્યારેય સમાન મુશ્કેલી સ્તરના ન હોઈ શકે. ગયા વર્ષે, તે સમયના તથ્યો અને સંજાગો અનુસાર, આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હોત, પરંતુ પરીક્ષા સંસ્થાએ એક શિફ્ટમાં પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરવાનું વિચારવું જોઈતું હતું.”

કોર્ટે એનબીઇની દલીલને ફગાવી દીધી કે એક શિફ્ટમાં પરીક્ષા યોજવા માટે પૂરતા કેન્દ્રો નથી અને કહ્યું કે, “દેશભરમાં અને આ દેશમાં ટેકનોલોજીકલ પ્રગતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષા સંસ્થા એક શિફ્ટમાં પરીક્ષા યોજવા માટે પૂરતા કેન્દ્રો શોધી શકી નથી તે સ્વીકારવા તૈયાર નથી.” કોર્ટે કહ્યું, “બે શિફ્ટમાં પરીક્ષા લેવાથી મનસ્વીતા થાય છે. કોઈ પણ બે પેપર ક્યારેય સમાન મુશ્કેલી સ્તરના ન કહી શકાય અથવા જો હોય તો પણ, તેમની વચ્ચે તફાવત હોવો જોઈએ. અપવાદરૂપ કિસ્સાઓમાં સામાન્યીકરણ લાગુ કરી શકાય છે, પરંતુ તે દર વર્ષે નિયમિતપણે લાગુ કરી શકાતું નથી. એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે પગલાં લો.” બેન્ચે નીટ પીજી ૨૦૨૫ પરીક્ષા બે શિફ્ટમાં યોજવા અંગેના જાહેરનામાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.