સોની ટીવીનો લોકપ્રિય કોમેડી શા ‘ધ કપિલ શર્મા શા’ અત્યારે ઓફ એર થઈ ગયો છે. આ શાની આખી સ્ટારકાસ્ટ વિદેશ યાત્રા માટે જવાની છે તે વાત થોડા સમય પહેલા જ સામે આવી ગઈ હતી. જા કે અર્ચના પૂરણ સિંહ તેમની સાથે ટૂર પર નથી ગયા. તે અત્યારે કપિલ શર્મા શાના સમયે જ આવતા અન્ય કોમેડી શાને જજ કરી રહ્યા છે. કપિલ શર્મા, ચંદન પ્રભાકર, કીકૂ શારદા, સુમોના ચક્રવર્તી અને કૃષ્ણા અભિષેક વિદેશ યાત્રા માટે નીકળ્યા છે. તેમની એક તસવીર પણ સામે આવી છે. તસવીરમાં જાઈ શકાય છે કે આખી ટીમ એકસાથે પોઝ આપી રહી છે. ફેન્સ આ તસવીરને પસંદ કરી રહ્યા છે, ટીમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને મજાની કમેન્ટ પણ કરી રહ્યા છે. કપિલની ટીમે ટૂરની શરુઆત કેનેડાથી કરી છે. તેઓ સૌથી પહેલા ત્યાં લાઈવ કોમેડી શા કરશે. કપિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની જાણકારી આપી છે. કપિલ શર્માએ જે પોસ્ટર શેર કર્યું છે તેમાં લખ્યું છે કે, જય સાહની પ્રેઝન્ટ્‌સ કપિલ શર્મા લાઈવ. ટોરન્ટોમાં ૩ જુલાઈએ રાતે ૮ વાગ્યે અને વેન્કુવરમાં ૨૫ જૂનની રાતે સાત વાગ્યે. આ સાથે જ લોકેશન અને ફોન નંબર પણ આપવામાં આવ્યા છે. ફોટોના કેપ્શનમાં કપિલ શર્માએ લખ્યું છે, કેનેડામાં જલ્દી મળીશું. ટિકિટ્‌સ વહેલી તકે બૂક કરાવો. કપિલ શર્માએ ૨૨ જૂનના રોજ જે પોસ્ટ કરી છે તેમાં જાઈ શકાય છે કે આખી ટીમ કમ્ફર્ટેબલ ટ્રેક સૂટમાં જાવા મળી રહી છે. સુમોના ચક્રવર્તી કાઉચ પર બેઠી છે. ચંદન પ્રભાકર, કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, અનુકલ્પ ગોસ્વામી અને કપિલ શર્મા પોઝ આપી રહ્યા છે. તમામ લોકો ખુશ જણાઈ રહી છે. કેપ્શનમાં લખ્યું છે કે, વેનકૂવર માટે નીકળી રહ્યા છીએ. કેનેડામાં ફેન્સને મળવા માટે અમે આતુર છીએ. અર્ચના પૂરણ સિંહે કમેન્ટ કરીને લખ્યું કે, આ જાઈને ખુશી થઈ. લાગી રહ્યું છે કે ફનની શરુઆત થઈ ગઈ છે. તમને તમામ લોકોને શુભકામનાઓ કે શો સુપર ડુપર હો. આ સિવાય બાકીના મિત્રોએ પણ શુભકામનાઓ આપી છે. પરંતુ ફેન્સનું સૌથી વધારે ધ્યાન ચંદન પ્રભાકરના આઉટફિટ્‌સે ખેંચ્યું છે. કપિલ શર્માના શામાં ચંદુ ચાવાળાનો રોલ કરનાર ચંદને Gucciનો ટ્રેક સૂટ પહેર્યો છે. આ જાઈને ફેન્સને ખૂબ મજા પડી છે. એક યુઝરે લખ્યું કે, ચંદને ખરેખર ગૂચીના કપડા પહેર્યા છે કે મેં કોઈ સસ્તો નશો કર્યો છે. આજે હું માની ગયો કે ચાવાળો કંઈ પણ કરી શકે છે કોઈ પણ ફીલ્ડમાં.