અમદાવાદ હસ્તકની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં ૧૭૨૫૭૬ વિદ્યાર્થીઓ, ૪૫૮૬ શિક્ષકોની મદદથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક અનેક વિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાષા સજ્જતા,એસટીઇએમ ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા સંગીત, ચિત્ર સાહિત્ય, વક્તૃત્વ, રમત ગમત ક્ષેત્રે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ મ્યુનિ. શાળાઓમાં કરાવવામાં આવે છે.
પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ હતો. પાયલોટ પ્રોજેક્ટના પરિણામોની સમીક્ષાના આધારે મ્યુનિ. કમિશનર દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની તમામ શાળાઓમાં પ્રોજેક્ટ અમલ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સૂચન મુજબ સ્કૂલ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ખચકાટ વગર આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી બોલી શકે તે જરૂરી છે. આ પ્રોજેક્ટ ટીચર એપ્લીકેશન અને વિદ્યાર્થી એપ્લીકેશન એમ બે ભાગમાં વહેંચાયેલો છે. શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટીચર એપ્લીકેશનની મદદથી પ્રત્યેક અઠવાડિયે અંગ્રેજી ભાષાનો એક તાસ લેવામાં આવે છે. હાલમાં ૧૧૨૦૦૦ વિદ્યાર્થીઓને ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થાની મદદથી અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને વાર્તા આધારિત વિડિયોના માધ્યમથી અંગ્રેજી વાચન, લેખન, અંગ્રેજીમાં વાતચીત જેવી અંગ્રેજી ભાષા સજ્જતાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.
ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા દક્ષિણ ભારતના કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શાળાઓની મુલાકાતના અંતે કરેલ સંશોધનોના તારણો મુજબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે પાળીમાં શાળા ચલાવવાથી સરકાર દ્વારા આપવામાં આવેલી માળખાકીય સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. સફાઈ અને શિક્ષણ માટે સુયોગ્ય વાતાવરણ માટે ૮૫% વિદ્યાર્થી અને વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ફ્યુચર ક્લાસની મદદથી મ્યુનિ. શાળાઓના ૯૨% વિદ્યાર્થીઓ ડિજિટલ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકે છે જ્યારે સરકારી શાળાઓમાં રાષ્ટ્રીય સરેરાશ ૬૫% છે. જી-શાળા એપની મદદથી થતા શિક્ષણ કાર્યનું ડેટા આધારિત વિશ્લેષણ કરતા વિદ્યાર્થીઓના ઓલ ઓવર પર્ફોર્મન્સમાં ૧૫% વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવતા ગુણોત્સવ ૨.૦ અંતર્ગત છેલ્લા ૨ વર્ષમાં સી-ગ્રેડ અને ડી-ગ્રેડ ધરાવતી શાળાઓનું પ્રમાણ નહિવત્ છે.
મોનિટરિંગ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષણની ગુણવત્તા વગેરેની નિયમિત ચકાસણી કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં ૧૦% અને શિક્ષણની ગુણવત્તામાં ૧૫%નો વધારો જોવા મળ્યો છે. અન્ય રાજ્યમાં આ પ્રકારની મોનિટરિંગ વ્યવસ્થાનો અભાવ જણાય છે. રોબોટિક્સ લેબનો ઉપયોગ કરે છે. જેના પરિણામે ક્ષેત્રીય અને નેશનલ સાયન્સ કોમ્પીટિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૦%નો વધારો થયો છે.







































