હરિયાણાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે અને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ગઈકાલે એટલે કે ૪ સપ્ટેમ્બરે, ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં અનિલ વિજને અંબાલા કેન્ટથી ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન અનિલ વિજે વિનેશ ફોગટ પર પ્રહાર કરતા કહ્યું કે હવે તે દેશની નહીં પરંતુ કોંગ્રેસની દીકરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી શકે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વિનેશ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તો તેમણે કહ્યું કે મને કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડવા સામે કોઈ વાંધો નથી. પરંતુ જા વિનેશે દેશની પુત્રીમાંથી કોંગ્રેસની પુત્રી બનવાનો નિર્ણય લીધો હોય તો તે તેનો અંગત નિર્ણય છે. આ સાથે અનિલ વિજે કહ્યું કે કુસ્તીબાજાનું આંદોલન એક રાજકીય આંદોલન હતું, જેને હુડ્ડા પરિવાર અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે રમતનું મેદાન અલગ છે અને ચૂંટણીનું મેદાન અલગ છે. જા આ ચૂંટણીઓ લડવામાં આવશે તો ભાજપ પણ તેના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારશે અને મતદારો તેમના વિચાર અને સમજણના આધારે નિર્ણય લેશે.
કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ દાવો કરતી હતી કે તે એકલા હાથે સત્તામાં આવી રહી છે, પરંતુ આજે કોંગ્રેસને ૯૦ બેઠકો પર ઉમેદવારો નથી મળી રહ્યા. જેના કારણે ક્યારેક આમ આદમી પાર્ટી સાથે તો ક્યારેક કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ગઠબંધન કરવું પડે છે. તેમણે કહ્યું કે જનતા જાણે છે કે જા કોંગ્રેસની સરકાર બનશે તો હિમાચલ પ્રદેશ જેવી સ્થીતિ સર્જાશે, જ્યાં કર્મચારીઓને પગાર પણ નથી મળતો.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સત્તામાં પરત ફરશે. વડાપ્રધાન અંગે તેમણે કહ્યું કે તેમની પાસે એક વિઝન છે અને હરિયાણાના લોકો ભાજપની સરકાર બનાવશે જેથી કરીને વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને આગળ લઈ જઈ શકાય.
ભાજપમાં બળવા અંગે તેમણે કહ્યું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી ઘણા લોકો ટિકિટ માંગી રહ્યા છે, જેના કારણે નારાજગી છે. જે નેતાઓ નારાજ છે તેમને અમે મનાવીશું. પાર્ટીને આવા નેતાઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે અને અમે આશા રાખીએ છીએ કે તેઓ પાર્ટી વિરુદ્ધ ચૂંટણી નહીં લડે.