આગામી તા.૧થી જીએસટીના દર તથા પ્રક્રિયામાં આવી રહેલા ફેરફારનો એક માત્ર હેતુ કરચોરી ડામવાનો છે.દેશમાં જીએસટીના આગમન પછી પણ આ ઓનલાઈન સીસ્ટમને છેતરીને બોગસ બિલીંગ વિ.ની મોટાપાયે સરકારની આવકમાં ગાબડું પાડવામાં આવતું હતું અને એક સરકારી અંદાજ મુજબ દર મહીને રૂ.૨૦૦૦ કરોડની કરચોરી આ સીસ્ટમ મારફત થતી હતી પણ તેની સાથે સરકારે ટેક્ષટાઈલ અને પગરખા અંગેના જીએસટી દરોમાં ફેરફાર કર્યા છે તેની સામે વ્યાપક વિરોધ સર્જાયા છે.

જીએસટીના માળખામાં ફેરફારથી મેસેન્જર સેવા જે ઓનલાઈન પ્લેટફોર્મ હેઠળ મળે છે તે મોંઘી થશે. નવા વર્ષથી ઓનલાઈન માધ્યમથી રીક્ષા સેવા પણ જે પુરી પાડવામાં આવે છે તેના પર ૫% જીએસટી લાગશે. જા કે તમો રોડ પરથી કોઈ રીક્ષા ભાડે કરો તો તેમાં કોઈ પ્રકારનો જીએસટી લસુલાશે નહી. આવી જ રીતે ફુડ ડીલીવરી ઓનલાઈન પ્લેટફોર્મમાં ફકત જીએસટી જવાબદારી શિફટ થઈ છે તેથી ગ્રાહકોને કોઈ વધારાના દામ ચુકવવાના રહેશે નહી.

હાલ ઓનલાઈન ફુડ ડીલીવરી પર હોટલ રેસ્ટોરા ૫% જીએસટી વસુલીને પછી તે કર સરકારમાં જમા કરાવતા હતા પણ સરકારના ધ્યાનમાં આવ્યું કે બીલીંગ કર્યા વગર કે પછી બોગસ બિલીંગથી રેસ્ટોરા સંચાલકો જીએસટી વસુલીને પણ તે સરકારને ભરતા ન હતા. આથી હવે આ જવાબદારી ઓનલાઈન ફુડ ડીલીવરી કંપનીઓ પર લાદી દેવાઈ છે જેમાં હવે તમો પ્લેટફોર્મ પર ઓર્ડર આપો કે તેમાં કુલ બીલીંગમાં ૫% જીએસટી વસુલાશે અને આ રકમ ફુડ ડીલીવરી કંપની જ સરકારને ભરશે. આથી આ કરચોરીની છટકબારી બંધ થઈ છે પણ ગ્રાહકોને કોઈ વધારાની કિંમત ચૂકવવાની નથી.

જીએસટી કાનૂનમાં એક વધારે ફેરફારમાં જીએસટી રીફંડના દાવા માટે આધાર આઈડેન્ટીફીકેશન ફરજીયાત બન્યુ છે જેના કારણે બોગસ કલેમ અટકશે. સૌથી મહત્વના સુધારા તો ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં કરવામાં આવ્યા છે. ઈનપુટ ટેક્ષ ક્રેડીટ એ જીએસટીમાં ગોટાળા અને બોગસ રીફંડ માટેનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. ઉપરૂંત જે જીએસટી નંબર ધારકે અગાઉના માસનું જીએસટી રીટર્ન ૩બી ભર્યુ નથી કે તેનો ટેક્ષ ભર્યો નથી