ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા ૬,૧૩૩ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મોત પણ થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેરળમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.
કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૪ નવા કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૯૫૦ થઈ ગઈ છે. આ દેશના કુલ કેસના લગભગ અડધા છે. આ દરમિયાન, પશ્ચિમ બંગાળમાં કોરોનાના ૭૧ નવા કેસ નોંધાયા છે. બંગાળમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૬૯૩ થઈ ગઈ છે.
દિલ્હીમાં કોરોનાના ૨૧ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હવે ૬૮૬ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૮ નવા કેસ નોંધાયા છે. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૫૯૫ થઈ ગઈ છે.
કેરળમાં કોરોનાના વધતા કેસોને લઈને, આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે તમામ જિલ્લાઓને સર્વેલન્સ અને પરીક્ષણ વધારવા સૂચના આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે કોવિડ હવે મોસમી વાયરલ રોગ જેવો છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.
પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં કોરોના વાયરસના ચેપના ૭૧ નવા કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા ૬૯૩ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે નવા કેસોમાં શનિવારથી નોંધાયેલા કેસોનો સમાવેશ થાય છે અને આ સમયગાળા દરમિયાન રોગને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે નવા કેસોની સાથે, રાજ્યમાં કોરોના વાયરસના ચેપના ૫૩ દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. આ સાથે, રાજ્યમાં હાલમાં સારવાર હેઠળના કેસોની સંખ્યા ૬૯૩ છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ કિસ્સાઓમાં, દર્દીઓમાં હળવા લક્ષણો છે.”
દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા વધીને ૬,૧૩૩ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મૃત્યુ પણ થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેરળમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના ૧૪૪ નવા કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૯૫૦ થઈ ગઈ છે. આ દેશના કુલ કેસોના લગભગ અડધા છે.રાજકોટની વિવિધ ૭૦ સોસાયટીઓ સુધી કોરોના ફેલાયો છે. ૨૦ દિવસમાં ૧૦૨ કેસ નોંધાયા છે. દર્દીઓમાં ૫૦ યુવાનોનો પણ સમાવેશ થાય છે. રેસકોર્સ, રામકૃષ્ણ, રૈયારોડ સહિતના વિસ્તારોમાં કોરોનાના બે થી ચાર કેસ નોંધાયા છે. સૌથી વધુ વોર્ડ નંબર ૮ માં ૨૧ કોરોના દર્દીઓ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓ વધતા આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.
બીજી તરફ, સુરત શહેરમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ૬ દર્દીના કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અડાજણના ર્મ્ંમ્ના કર્મી, પાર્લેપોઈન્ટની મહિલા ફેશન ડિઝાઈનર કોરોના પોઝિટિવ આવ્યા. રૂસ્તમપુરાના યુવાન સોફ્ટવેર એન્જીનિયર કોવિડ પોઝિટિવ નોંધાયો. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ આંકડો ૫૬ પર પહોંચો છે. તમામ દર્દીઓનું સેમ્પલ સરકારની ગાઈડલાઈન મુજબ જિનોમ સિક્વન્સિંગ માટે જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલાયા છે. નવી દિલ્હી, વર્ષ ૨૦૨૨ દરમિયાન દેશમાં લગભગ ૮૬.૫ લાખ લોકોના મોત થયા હતા, જે વર્ષ ૨૦૨૧ માં કોવિડથી પ્રભાવિત ૧.૦૨ કરોડથી વધુ લોકોના મૃત્યુની તુલનામાં ૧૫ ટકાથી વધુનો ઘટાડો દર્શાવે છે. આ માહિતી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના નવા ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. ઝ્રઇજી રિપોર્ટ દ્વારા ભારતના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય દ્વારા દર્શાવવામાં આવેલા ૨૦૨૨ના ડેટા દર્શાવે છે કે ૨૦૨૧માં ૧૫.૭૪ લાખ મૃત્યુનો ઘટાડો ૨૦૨૦માં જાવા મળેલા પૂર્વ-મહામારી પેટર્ન સાથે વ્યાપકપણે સુસંગત છે.
સીઆરએસ ડેટા અનુસાર, ૨૦૨૧માં મૃત્યુઆંકમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો જેમાં દેશભરમાં ૧.૦૨ કરોડ મૃત્યુ થયા હતા, જે ૨૦૨૦માં ૮૧.૧ લાખ, ૨૦૧૯માં ૭૬.૪ લાખ અને ૨૦૧૮માં ૬૯.૫ લાખ હતા. “નોંધાયેલા મૃત્યુની દ્રષ્ટિએ, મૃત્યુઆંક ૨૦૨૧માં ૧૦૨.૨ લાખથી ઘટીને ૨૦૨૨માં ૮૬.૫ લાખ થયો હતો, જે ૧૫.૪ ટકાનો ઘટાડો દર્શાવે છે,” રિપોર્ટમાં જણાવાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણા જેવા કેટલાક મુખ્ય રાજ્યોએ નોંધાયેલા મૃત્યુઆંકમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ૨૯ જુલાઈ, ૨૦૨૨ ના રોજ લોકસભામાં
આભાર – નિહારીકા રવિયા સરકારે આપેલા જવાબ મુજબ, ૨૬ જુલાઈ, ૨૦૨૨ સુધીમાં કોવિડ-૧૯ ને કારણે લગભગ ૫.૨૬ લાખ મૃત્યુ થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મે ૨૦૨૫ માં કહ્યું હતું કે એલએફ.૭ અને એનબી.૧.૮.૧ સબવેરિયન્ટ લોકોમાં ફેલાઈ રહ્યા છે. ડબ્લ્યુએચઓએ હજુ સુધી આ સબવેરિયન્ટને ચિંતાજનક માન્યું નથી. જાકે, આ સ્ટ્રેનના કેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન અને એશિયાના અન્ય દેશોમાં પણ વધી રહ્યા છે.