સાવરકુંડલા શહેરમાં બે બહેનોને હવે અહીંથી નીકળશો તો પગ ભાંગી નાખીશું કહીને ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે ધ્રુવીબેન હરેશભાઇ બગડા (ઉ.વ.૨૩)એ નિતાબેન મહેશભાઇ સુદાણી તથા હરેશભાઇ દેવજીભાઇ બગડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેની નાની બહેન પોતાના ઘરેથી પોતાનું એક્ટિવા લઇને નીકળ્યા હતા અને ગઢીયા પેટ્રોલપંપ પાસે પેટ્રોલ પુરાવવા જતા રોડ ઉપર નિતાબેન સુદાણીએ પોતાનું એક્ટિવા લઇ પીછો કરતા હતા. તેમણે બંને બહેનોને સા.કુંડલા મહુવા રોડ પલાજીનું નાકુ, બાપા સીતારામની મઢુલી સામે રોડ ઉપર ઉભા રાખ્યા હતા. જે બાદ તેના એક્ટિવાની ચાવી કાઢી વીધી હતી. તેમજ જેમ ફાવે તેમ ગાળો દઇ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત તમે અહીં શું કામ આવી છો, હવે અહીથી નીકળશો તો બન્ને બહેનોના પગ ભાંગી નાખીશું તેમ કહી ધમકી આપી હતી.