ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરસીટીસી)એ અમદાવાદ-મુંબઈ-અમદાવાદ રૂટ પર તેજસ એક્સપ્રેસ (ટ્રેન નં. ૮૨૯૦૧/૮૨૯૦૨)ની આવર્તન વધારવાનો નિર્ણય લીધો છે.
આઇઆરસીટીસીઅનુસાર, આ તેજસ ટ્રેન ૨૨ ડિસેમ્બરથી અઠવાડિયામાં ૫ દિવસ દોડશે. જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસની સેવાઓ કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરીને ૭ ઓગસ્ટ, ૨૦૨૧થી ફરી શરૂ કરવામાં આવી હતી.
કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને મુસાફરોએ આ ટ્રેનમાં ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોવિડના સમયમાં શ્રેષ્ઠ સ્વચ્છતાના ધોરણો જાળવવાને કારણે મુસાફરો તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.
રેલવેના જણાવ્યા અનુસાર, બુકિંગમાં સકારાત્મકતાને ધ્યાનમાં રાખીને, તેજસ
એક્સપ્રેસ, જે હાલમાં અઠવાડિયામાં ચાર દિવસ દોડે છે, તેની ફ્રિકવન્સી વધારવામાં આવી રહી છે. આ તેજસ ટ્રેન હવે ૨૨ ડિસેમ્બરથી બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર એટલે કે અઠવાડિયામાં ૫ દિવસ દોડશે.