દિવાળીની સાંજે દિલ્હી, નોઈડા અને આસપાસના શહેરોમાં ભારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક સ્તર ૫૦૦ ને વટાવી ગયું હતું. મંગળવારે સવારે દિલ્હીના આનંદ વિહાર જિલ્લામાં સૌથી વધુ પ્રદૂષિત હવા જાવા મળી હતી. દિલ્હીમાં ધુમ્મસની ચાદર દેખાઈ રહી હતી, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દરમિયાન, નોઈડામાં એકયુઆઇ સ્તર પણ ૩૫૦ ને વટાવી ગયું. ચાલો તમને જણાવીએ કે દિવાળી પછી દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા કેવી છે.આ દિવાળી પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી-દ્ગઝ્રઇમાં ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. એવી આશંકા હતી કે દિવાળી પછી સવારે પ્રદૂષણનું સ્તર વધશે, અને બરાબર એ જ થઈ રહ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એસએએમઇઇઆર એપ અનુસાર, ચાર મોનિટરિંગ સ્ટેશનોએ પહેલાથી જ “ગંભીર” શ્રેણીમાં હવાની ગુણવત્તાનો અહેવાલ આપ્યો છે, જેમાં એકયુઆઇ સ્તર ૪૦૦ થી ઉપર છે. દ્વારકામાં એકયુઆઇ ૪૧૭, અશોક વિહારમાં ૪૦૪, વઝીરપુરમાં ૪૨૩ અને આનંદ વિહારમાં ૪૫૩ નો એકયુઆઇ રેકોર્ડ કરવામાં આવ્યો છે.માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં, પહાડી વિસ્તારોમાં પણ હવા ઝેરી બની રહી છે. ઉત્તરાખંડના નૈનિતાલમાં એકયુઆઇ સ્તર ૧૬૪ પર પહોંચી ગયું. દરમિયાન, દેહરાદૂનનું પ્રદૂષણ સ્તર ૨૧૮ પર પહોંચી ગયું. આગામી દિવસોમાં એકયુઆઇ સ્તર વધવાની ધારણા છે.દિવાળી પછી આખું દિલ્હી ધુમાડાથી છવાયેલું છે. દિલ્હીના લગભગ ૩૦ મોનિટરિંગ સ્ટેશનોએ એકયુઆઇ સ્તર “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં નોંધ્યું હતું, જેનું સ્તર ૩૦૦ થી ઉપર હતું. માહિતી અનુસાર, બપોર સુધીમાં, ૩૮ મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૩૧ એ હવાની ગુણવત્તા “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં નોંધાઈ હતી, જ્યારે  ત્રણ સ્ટેશનોએ તેને “ગંભીર” શ્રેણીમાં નોંધ્યું હતું. દિલ્હીના લગભગ તમામ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ૩૦૦ થી વધુ છે, જેમાં આયા નગર, બુરારી, ચાંદની ચોક, દ્વારકા,આઇટીઓ ચોક, જહાંગીરપુરી, લોધી રોડ અને મંદિર માર્ગનો સમાવેશ થાય છે.૧૫ ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપી હતી, જે ચોક્કસ શરતોને આધીન છે. મંગળવાર અને બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચવાની ધારણા છે. શૂન્ય અને ૫૦ વચ્ચેનો એકયુઆઇ ‘સારો’, ૫૧ અને ૧૦૦ ‘સંતોષકારક’, ૧૦૧ અને ૨૦૦ ‘મધ્યમ’, ૨૦૧ અને ૩૦૦ ‘ખરાબ’, ૩૦૧ અને ૪૦૦ ‘ખૂબ જ ખરાબ’ અને ૪૦૧ અને ૫૦૦ ‘ગંભીર’ માનવામાં આવે છે.