સુરતના ચકચારી ૫૪૦૦ કરોડના હવાલા કૌભાંડ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી અફરોઝ ફટ્ટાને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી છે. ૫૪૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે. ખોટા ડોક્યુમેન્ટ સહિત જે દાવા હતા તે કોઇ ફળીભૂત થયા નથી. અફરોઝને દોષમુક્ત કરવા સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે.
સેશન્સ કોર્ટના હુકમને પડકારતી સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કરોડોના હવાલા મુદ્દે અફરોઝ ફટ્ટા સામે પીએમએલએ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. સુરતનું ૫૪૦૦ કરોડનું જે કૌભાંડ હતું તેમાં રાજ્ય સરકારની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. ખોટા ડોક્યુમેન્સ સહિતના જે દાવા કરવામાં આવ્યા હતા તેમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારી છે.
અફરોઝ ફટ્ટાને દોષિત મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. પીએમએલએ એક્ટ હેઠળ જે કેસ થયો હતો તેમાં અફરોઝ ફટ્ટા પર હવાલા દ્વારા નાણાં મોકલવાનો આરોપ હતો. ત્યારે ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઘણા લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો. ત્યારે આજે ઘણા લાંબા સમય ગુજરાત હાઇકોર્ટ દ્વારા અફરોઝ ફટ્ટાને રાહત આપવામાં આવી છે.