ભારતના બે પ્રતિભાશાળી યુવાનોની સાઉથ આફ્રિકા ખાતે યુથ ૨૦૨૫ સમિટમાં પસંદગી થઈ છે. જેમાં અમરેલીના હર્ષ મુકેશભાઈ સંઘાણીની પસંદગી થતા અમરેલી સહિત રાજ્યની યુવા ટીમમાં આનંદ ફેલાયો છે. તેઓ તારીખ ૧૮ થી ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન સાઉથ આફ્રિકા ખાતે યોજાનાર સમિટમાં વૈશ્વિક મુદ્દાઓની ચર્ચામાં ભાગ લેશે જેમાં હવામાન, આર્થિક વૃદ્ધિ, રોજગાર, ડિજિટલ ઇનોવેશન, શિક્ષણ, સામાજિક ન્યાય અને યુવા મેનેજમેન્ટ ઉપરની ચર્ચામાં હર્ષ સંઘાણી જોડાશે.







































