એક્ટર હર્ષવર્ધન કપૂરે કન્ફર્મ કર્યું છે કે પોતે હાલ રિલેશનશિપમાં છે. જૉકે, તેણે પોતાની પ્રેયસીની ઓળખ જૉહેર નથી કરી. તેણે એટલું જ કહ્યું છે કે હવે આજકાલ તે રિલેશનશિપમા છે અને ગર્લફ્રેન્ડ માટે રસોઈ બનાવતાં શીખવા માગે છે. હર્ષવર્ધન નજીકના ભૂતકાળમાં એક-બે વખત કોઈ યુવતી સાથે ડિનર ડેટ પર જતો જૉવા મળ્યો છે. જૉકે, તેની ગર્લફ્રેન્ડ કોણ છે તે હજુ પણ અટકળનો વિષય છે.
વાસ્તવમાં હર્ષવર્ધન ખાવાપીવાનો બહુ શોખીને છે. એ સંદર્ભમાં તેને પૂછાયુ ંહતું કે તેને ખાવાપીવાનું આટલું ગમે છે તો કશું બનાવતાં પણ આવડે છે કે નહીં. આ પ્રશ્નજૉ જવાબમાં હર્ષવર્ધને કહ્યું હતું કે ના મને કશું બનાવતાં નથી આવડતું. પરંતુ, હું હવે એક રિલેશનશિપમાં છું અને મારી મારી ગર્લફ્રેન્ડ માટે રસોઈ શીખવી છે.
હર્ષે પોતાના સંબંધો વિશે વધુ વિગતો નથી આપી. આ અગાઉ કેટલાક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું છે કે પોતે પોતાનો પ્રેમસંબંધ બહુ ખાનગી જ રાખવા ઇચ્છશે. હર્ષવર્ધને એમ પણ જણાવ્યું છે કે ગયાં વર્ષે કોરોના ત્રાટક્યો તે પછી તેને લાગ્યું હતું કે તેણે પોતાની જિંદગી પોતાની રીતે જીવવી જૉઇએ. આથી તેણે પિતા અનિલ કપૂરનો બંગલો છોડી દીધો હતો. હવે તે કાર્ટર રોડ પર પોતાનાં અલાયદાં ઘરમાં રહે છે. તે પિતા પાસેથી કોઈ આર્થિક મદદ પણ મેળવતો નથી અને પોતાના તમામ ખર્ચા જૉતે જ વેઠે છે. તે સેકન્ડ હેન્ડ લેમ્બોર્ગિની ખરીદવા ઇચ્છે છે.
ઉલ્લેખનિય છે કે પિતા અનિલ કપૂર અને બહેન સોનમ કપૂરને ફિલ્મોમાં મળેલી સફળતા સામે હર્ષવર્ધન લાંબા સમયથી સંઘર્ષ જ કરી રહ્યો છે. એક વેબ સિરીઝમાં તેના કામની પ્રશંસા થઇ હતી. હવે ઓટીટી પર અનિલ કપૂર સાથે તેની ફિલ્મ થાર આવી રહી છે.