પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર ફેબ્રુઆરીથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન પર બુધવારે પંજાબ હરિયાણા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે હરિયાણા સરકારને શંભુ બોર્ડર પરના બેરિકેડ્સને એક સપ્તાહમાં ખોલવાનો આદેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હરિયાણા અને પંજાબ બંને સરકારોની રહેશે. આંદોલનકારી ખેડૂતો વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા સ્થળો પર આંદોલન કરી શકે છે.આ સિવાય હાઈકોર્ટે ખનૌરી બોર્ડર પર ખેડૂત શુભકરણના મોતની તપાસ માટે એસઆઇટી બનાવવાનો આદેશ આપ્યો હતો. હરિયાણાએ જણાવ્યું કે સતીશ બાલન આ એસઆઇટીનું નેતૃત્વ કરશે.
હાઈકોર્ટના આદેશ બાદ શંભુ બોર્ડર તરફ ખેડૂતોની અવરજવર વધી ગઈ છે. ખેડૂતોના ચહેરા પર ખુશી જાવા મળી રહી છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે જા બોર્ડર ખુલશે તો તેઓ દિલ્હી જશે. અંબાલા પ્રશાસનનું કહેવું છે કે ઓર્ડરની કોપી હજુ સુધી તેમના સુધી પહોંચી નથી. અંબાલાના વેપારી સંગઠનો પણ હાઈકોર્ટના આદેશની નકલની રાહ જાઈ રહ્યા છે.
હાઈકોર્ટના એડવોકેટ વાસુ રંજન શાંડિલ્યએ શંભુ સરહદ ખોલવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. શાંડિલ્યએ જણાવ્યું કે નેશનલ હાઈવે ૪૪ પાંચ મહિનાથી બંધ છે. જેના કારણે અંબાલાના દુકાનદારો, વેપારીઓ અને નાના-મોટા શેરી વિક્રેતાઓ ભૂખમરાની આરે આવી ગયા છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે શંભુ બોર્ડરને તાત્કાલિક અસરથી ખોલવાના આદેશ આપવામાં આવે. શાંડિલ્યએ અરજીમાં પંજાબ અને હરિયાણા સરકારની સાથે ખેડૂત નેતાઓ સ્વર્ણ સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલને પક્ષકાર બનાવ્યો છે.
શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈÂન્ડયાને ૧૦૮ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ખેડૂત આંદોલનને કારણે શંભુ ટોલ પ્લાઝા ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારપછી અંબાલા લુધિયાણા હાઈવે હજુ શરૂ થયો નથી.