(એ.આર.એલ),ચંડીગઢ,તા.૩
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને ભાજપમાં ખેંચતાણ ચાલી રહી છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હોવા છતાં, પાર્ટીએ હરિયાણાના ઉમેદવારોની પ્રથમ યાદી હજુ સુધી જાહેર કરી નથી. એક તરફ અન્ય પક્ષોના નેતાઓ સતત પાર્ટીમાં જાડાવાને કારણે અનેક વિધાનસભા બેઠકો પર પાર્ટીએ પુનઃવિચાર કરવો પડ્યો છે, તો બીજી તરફ ટિકિટ કપાય તેવી શક્યતાને જાતા અનેક નેતાઓનું બળવાખોર વલણ જાવા મળ્યું છે. પાર્ટી માટે સમસ્યાઓ ઊભી કરી છે.ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રાવ નરબીર સિંહે ચૂંટણી રેલીમાં ખુલ્લા મંચ પર કહ્યું હતું કે જા મને ભાજપની ટિકિટ નહીં મળે તો હું કોંગ્રેસમાંથી લડીશ પરંતુ ચૂંટણી ચોક્કસ લડીશ.
આ વાતાવરણમાં અમિત શાહ અને જેપી નડ્ડાએ સોમવારે પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય વિસ્તરણમાં હરિયાણા કોર ગ્રુપના નેતાઓ, પ્રભારી, સહ-પ્રભારી અને ચૂંટણી પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ઘણી બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જેપી નડ્ડા અને અમિત શાહ સાથેની બેઠકમાં હરિયાણા રાજ્ય ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્ય ચૂંટણી સહ-ઈન્ચાર્જ બિપ્લબ કુમાર દેબ, હરિયાણા પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી, કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, રાવ ઈન્દ્રજીત સિંહ, સતીશ પુનિયા અને સુરેન્દ્ર નાગર હાજર હતા. .
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૯ ઓગસ્ટે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કેટલીક બેઠકો માટેના ઉમેદવારોના નામો પર પણ ફરીથી વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હરિયાણા રાજ્યના ઘણા મોટા નેતાઓ કેટલીક બેઠકો પર પાર્ટીના ઉમેદવારોના નામથી સંતુષ્ટ નથી અને તેમાંથી કેટલાકે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
હરિયાણાની રાજકીય સ્થતિને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ હાલમાં પાર્ટીના કોઈપણ મોટા અને વરિષ્ઠ નેતાને નારાજ કરવા માંગતું નથી. આવી સ્થતિમાં કેટલાક મોટા નેતાઓ દ્વારા તેમના પરિવાર કે સમર્થકોને ટિકિટ આપવાની માંગણી પર પાર્ટી સકારાત્મક વલણ અપનાવી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.