હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. બુધવારે સીએમ નાયબ સિંહ સૈની દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની ત્રીજી ટર્મને મંજૂરી મળી ગઈ છે. હરિયાણામાં ૧૨ ઓક્ટોબરે નવી સરકાર શપથ લેવા જઈ રહી છે. સમારોહને લઈને ઉત્તેજના વધી ગઈ છે. હરિયાણા સરકારના ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા તમામ જિલ્લાના રોડવેઝ જનરલ મેનેજરોને એક પત્ર લખવામાં આવ્યો છે કે ૧૨ ઓક્ટોબરે પંચકુલામાં હરિયાણાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે.
આ સમારોહમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકોને લાવવા માટે હરિયાણા રોડવેઝ દ્વારા બસો ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. હરિયાણામાં ત્રીજી વખત જરૂરિયાત મુજબ બસો સરકારના શપથગ્રહણ પહેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. રાજ્યના જ્ઞાતિ સમીકર હરિયાણાની નવી સરકારમાં નાયબ સિંહ સૈની સહિત વધુમાં વધુ ૧૪ મંત્રીઓ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ સૈની ફરીથી સીએમ બનશે. હરિયાણામાં ૧૩ જગ્યાઓ ખાલી છે, જેના માટે ભાજપ ૧૧ નવા ચહેરાઓને શોધી રહી છે, કારણ કે માત્ર મહિપાલ ધાંડા અને મૂળચંદ શર્મા તેમની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા, બાકીના તમામ મંત્રીઓ ચૂંટણી હારી ગયા હતા. હરિયાણાની નવી સરકારમાં જ્ઞાતિ સમીકરણો અને સમુદાયો વચ્ચે સંતુલન સાધવું ભાજપ માટે આસાન નહીં હોય. જા કે છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટીએ આ કામ સફળતાપૂર્વક કર્યું છે. હરિયાણામાં પણ ભાજપ છત્તીસગઢ જેવી રણનીતિ અપનાવી શકે છે. અહીં ભાજપના ૯ દલિત, ૮ પંજાબી, ૭ બ્રાહ્મણ, ૬-૬ જાટ અને યાદવ ધારાસભ્યો છે. પાર્ટીમાં હવે ગુર્જર, રાજપૂત, વૈશ્ય અને એક ઓબીસી નેતા પણ છે, જેમાં પંજાબી મૂળના આઠ ધારાસભ્યો પણ સામેલ છે, જેઓ માર્ચમાં મુખ્યમંત્રી ન બનવાથી નારાજ હતા. તેમણે ફરી એકવાર દેશ સમક્ષ સીએમ પદની ઈચ્છા વ્યક્ત કરી છે.દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ, નેશનલ કોન્ફરન્સે ગુરુવારે સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. તેઓ ટૂંક સમયમાં રાજભવન જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ૯૫ સભ્યોની વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ સીટો જીતી છે અને ૪ અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે મળીને ચૂંટણી લડી હતી. કોંગ્રેસે આ ચૂંટણીમાં છ બેઠકો જીતી છે, જ્યારે તેના અન્ય સહયોગી સીપીઆઇ એમએ એક બેઠક જીતી છે.
જા કે નેશનલ કોન્ફરન્સ પાસે વિધાનસભામાં બહુમતી છે, પરંતુ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જાઈ રહ્યા છે અને તે પછી તેઓ રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ગુરુવારે નેશનલ કોન્ફરન્સ લેજિસ્લેચર પાર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હાજર હતા. બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ગુરુવારે પાર્ટી ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા હતા.
તેમણે કહ્યું કે સરકારની રચનાની પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે પૂર્વ ચૂંટણી ગઠબંધન ભાગીદારોની બેઠક થશે. તે બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે.અગાઉ, નેશનલ કોન્ફરન્સના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ તેમના નેતાને પસંદ કરવા માટે સવારે નવા-એ-સુભમાં પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજી હતી.
બેઠક બાદ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમને પાર્ટી વિધાયક દળની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરે છે. કોંગ્રેસ તરફથી સમર્થનનો પત્ર મેળવવા માટે વાતચીત ચાલી રહી છે. ૪ અપક્ષ ધારાસભ્યોએ પણ તેમની પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. આજે, ચાર અપક્ષ ધારાસભ્યો નેશનલ કોન્ફરન્સમાં જાડાયા છે, જે પાર્ટીની સંખ્યાને બહુમતી પર લઈ ગયા છે. હવે એનસી પાસે ૪૬ ધારાસભ્યો છે, જે પાર્ટીને કોંગ્રેસ વિના પણ સરકાર બનાવવાની સ્થીતિમાં મૂકે છે. આ નવા સભ્યોના સમાવેશથી નેશનલ કોન્ફરન્સની રાજકીય સ્થીતિ વધુ મજબૂત બની છે. પાર્ટીના નેતાઓએ આ ઉમેદવારોનું સ્વાગત કર્યું અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સ્થીર અને અસરકારક સરકારની સ્થાપનાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ છે.
નેશનલ કોન્ફરન્સના નેતાઓ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેઓ લોકોનો વિશ્વાસ જાળવી રાખવા અને રાજ્યના વિકાસ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નવા રાજકીય સમીકરણ સાથે નેશનલ કોન્ફરન્સ આગામી સરકારની રચનાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની યોજના બનાવી રહી છે. પાર્ટીનું આ પગલું જમ્મુ-કાશ્મીરના રાજકીય માહોલમાં ટ‹નગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
જાડાનાર નવા સભ્યો અપક્ષ ઉમેદવારો છે. ૧- પ્યારે લાલ, ઈન્દરવાલથી ૨- સતીશ શર્મા, ચેમ્બથી ૩- ચૌધરી અકરમ, સુરનકોટથી ૪- રામેશ્વર સિંહ, બાનીથી સામેલ છે કોંગ્રેસ તરફથી પત્ર મળ્યા બાદ તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ માને છે કે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણ પછી જે પ્રકારનું વચન આપવામાં આવ્યું હતું. એ લોકોનો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકાર છીનવી લેવામાં આવ્યો છે અને તેના માટે તેમની લડાઈ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેશનલ કોન્ફરન્સે કલમ ૩૭૦ હટાવવા અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો વિરોધ કર્યો હતો. આ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.