પંજાબ અને હરિયાણા ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે, ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક થી ચાર ડિગ્રી નીચે છે. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં પણ શનિવારે સવારે ૭ વાગ્યે ઠંડીનો અનુભવ થયો, જ્યાં તાપમાન ૭.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.હરિયાણામાં નારનૌલ સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન ૩.૮ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. હિસારમાં ૪.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે કરનાલમાં ૭.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભિવાનીમાં ૬ ડિગ્રી સેલ્સિયસ, સિરસામાં ૬.૪ ડિગ્રી સેલ્સિયસ અને અંબાલામાં ૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે હરિયાણામાં શીત લહેરની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવું ધુમ્મસ પણ જાવા મળી શકે છે.હરિયાણાના મોટાભાગના ભાગોમાં તીવ્ર ઠંડી ચાલુ રહી. નારનૌલ હરિયાણામાં સૌથી ઠંડુ સ્થળ હતું જ્યાં લઘુત્તમ તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે હિસારમાં લઘુત્તમ તાપમાન ૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણાના અન્ય ભાગોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો હતો. આ મુજબ, કરનાલમાં લઘુત્તમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સિયસ, અંબાલામાં ૭.૭ ડિગ્રી સેલ્સિયસ, રોહતક અને ભિવાનીમાં ૬ ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સિરસામાં લઘુત્તમ તાપમાન ૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ફરીદકોટ પંજાબનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી સેલ્સિયસ હતું. પંજાબના અન્ય સ્થળોમાં, ગુરદાસપુરમાં લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લુધિયાણા, પટિયાલા, પઠાણકોટ અને ભટિંડામાં અનુક્રમે લઘુત્તમ તાપમાન ૭, ૯ અને ૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.









































