હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પડતાની સાથે જ નામાંકન પણ શરૂ થઈ ગયું છે. ૧૨ સપ્ટેમ્બરે નોમિનેશન ફોર્મ ભરી શકાશે. ૧૩મીએ ઉમેદવારી પત્રોની સમીક્ષા કરવામાં આવશે. ૧૬ સપ્ટેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. રાજ્યમાં ૫ ઓક્ટોબરે મતદાન થશે અને ૮ ઓક્ટોબરે મતગણતરી થશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, નોમિનેશન દરમિયાન, ઉમેદવારોને રિટ‹નગ ઓફિસર આરઓ/આસિસ્ટન્ટ રિટ‹નગ ઓફિસરની ઓફિસમાં વધુમાં વધુ ચાર લોકોને સાથે લાવવાની મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત, આરઓ એઆરઓ ઓફિસની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો લાવી શકાય છે. ઉમેદવારો તેમના નામાંકન ફોર્મ સંબંધિત રિટ‹નગ આૅફિસર આરઓ/આસિસ્ટન્ટ રિટ‹નગ આૅફિસરની આૅફિસમાં સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી સબમિટ કરી શકે છે.
તેમણે તમામ રિટ‹નગ ઓફિસર્સ (આરઓ), આસિસ્ટન્ટ રિટ‹નગ ઓફિસર્સ (એઆરઓ) ને તેમની ઓફિસો અને અન્ય સરકારી ઓફિસો જ્યાં લોકો તેમના કામ માટે ૫ સપ્ટેમ્બરની સવારે મુલાકાતે છે ત્યાં નોટિસ બોર્ડ પર નોમિનેશન સંબંધિત માહિતી પ્રદર્શિત કરવા જણાવ્યું હતું. ચૂંટણી પંચે ઉમેદવારોને નોમિનેશન ભરવા માટે ઓફલાઈન નોમિનેશન તેમજ ઓનલાઈન નોમિનેશનની સુવિધા પૂરી પાડી છે. જે ઉમેદવાર ઓનલાઈન નોંધણી કરવા ઈચ્છે છે તેણે પોતાનું એકાઉન્ટ બનાવીને એનરોલમેન્ટ ફોર્મ ભરવાનું રહેશે. ઉપરાંત, સિક્યોરિટીની રકમ જમા કરાવ્યા પછી, વ્યÂક્તએ રિટ‹નગ ઓફિસરને નોમિનેશન સબમિટ કરવાનો સમય પસંદ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે જા કોઈ ઉમેદવાર ઓનલાઈન મોડ દ્વારા નોમિનેશન અરજી ભરે છે, તો તેણે પ્રિન્ટઆઉટ લઈને નોટરી દ્વારા તેની ચકાસણી કરાવવી પડશે અને જરૂરી દસ્તાવેજા સાથે રિટ‹નગ ઓફિસરને વ્યÂક્તગત રીતે અરજી સબમિટ કરવી પડશે. નોંધણી સમયે, ઉમેદવારે ૧૦,૦૦૦ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે. વધુમાં, અનુસૂચિત જાતિના ઉમેદવારે અડધી રકમ એટલે કે રૂ. ૫,૦૦૦ જમા કરાવવાની રહેશે, પછી ભલે તે સામાન્ય મતવિસ્તારમાંથી ચૂંટણી લડતો હોય કે અનામત મતવિસ્તારમાંથી.
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો સાથે દાખલ કરવાના સોગંદનામામાં તમામ કોલમ ભરવાના રહેશે. જા એફિડેવિટમાં કોઈપણ કોલમ ખાલી રહે છે, તો રિટ‹નગ ઓફિસર ઉમેદવારને તમામ કાલમ યોગ્ય રીતે ભરેલી સુધારેલી એફિડેવિટ ફાઇલ કરવા માટે નોટિસ આપશે. આવી સૂચના પછી પણ, જા ઉમેદવાર તમામ બાબતોમાં સંપૂર્ણ સોગંદનામું દાખલ કરવામાં નિષ્ફળ જાય, તો રિટ‹નગ ઓફિસર દ્વારા ચકાસણી સમયે નામાંકન પત્ર નામંજૂર કરવામાં આવશે.
Home રસધાર રાજકીય રસધાર હરિયાણામાં આજથી વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન શરૂ, ઉમેદવારની સાથે ૪ લોકોને જવાની...