જસદણના પોપટ પરિવારનાં પિતૃઓના મોક્ષાર્થે હરિદ્વારમાં આવેલ વાસુદેવ આશ્રમ ખાતે ગંગાજીના કિનારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે સમગ્ર ભક્તિદર્શન વિજયભાઈ પોપટ અને પંકજભાઈ પોપટ પરિવાર દ્વારા પિતૃઓની
સ્મૃતિઓમાં યોજાય રહ્યું છે. આ શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પર સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ કથાકાર શા†ી જનકભાઈ મહેતા બિરાજી પોતાની આગવી આધ્યાÂત્મક વાણીમાં ભાગવત કથાનું રસપાન ભકતગણોને કરાવે છે. આ તકે જસદણ શ્રી હરિ નમકીનનાં માલિક વિપુલભાઈ સુળિયા અને જસદણ આલ્ફા નવોદય બાલાચડીના ચેરમેન જયસુખભાઈ સંખાળવા તેમજ દરિયાલાલ મંદિર ઝાળ ભાડુના પ્રમુખ નવીનભાઈ દેવચંદભાઈ પુજારા સહિતનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો તથા હરિભક્તો હાજર રહ્યા હતા.