જસદણના પોપટ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે હરિદ્વાર ખાતે આવેલ વાસુદેવ આશ્રમ ખાતે ગંગાજીના કિનારે શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ હતી. જસદણના વિજયભાઈ પોપટ અને પંકજભાઈ પોપટ પરિવાર દ્વારા પિતૃઓની સ્મૃતિમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને વ્યાસપીઠ પર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી જનકભાઈ મહેતા (ડોડીયાળાવાળા)એ બિરાજી પોતાની આગવી આધ્યાત્મિક વાણીમાં ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. પરીક્ષિત મોક્ષ-પિતૃ યજ્ઞ સહિતના ત્રિવિધ પ્રસંગોની ઉજવણી કરી કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કથાના પાવન પ્રસંગોનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.