રાજ્યમાં આવેલી વિવિધ પવિત્ર નદીઓને પુજવાનો મહિમા અલગ જ છે અને તેમાં પણ વાત જ્યારે પાવન સલિલા માં નર્મદા મૈયાની આવે ત્યારે આંખો અને મસ્તક ભાવથી નમી જ જોય છે. જોણવા મળી રહ્યું છે કે હવે હરિદ્વારમાં જે પ્રકારે ગંગા આરતી થાય છે તે જ થીમ પર હવે નર્મદા તટે નર્મદા મૈયાજીની પણ આરતી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી વિચારધારામાં સામેલ આ એક પ્રોજેક્ટને હવે આખરી ઓપ અપાઈ ચુક્યો છે અને ટૂંક સમયમાં ખુદ વડાપ્રધાન મોદી નર્મદા મૈયાજીની આરતી કરીને તેનો પ્રારંભ પણ કરાવશે.
જણાવવું રહ્યું કે નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીનાં પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે.
કેવા પ્રકારની રહેશે સુવિધાઃ ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે ૫૦ મીટર લાંબો અને ૩૫ મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ,આ ઘાટ ઉપર એક સાથે ૬ હજોર ભાવિક ભક્તો આરતીનો લાભ લઈ શકશે,નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેન લેસર શો,આરતી પૂરી થયા બાદ ફાઉન્ટેન લેસર શો બતાવવામાં આવશે,ઘાટ ઉપર ૬ હજોર ભાવિકભકતો બેસી શકશે તેવી ક્ષમતા,નર્મદા આરતી માટે કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી ખાસ પુજોરીની હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરવાના હોવાથી અત્યારથી જ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામા આવ્યું છે. આરતી બાદ નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેન લેસર શોનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરરોજ આરતી પૂરી થયા બાદ લોકોને ફાઉન્ટેન લેસર શો પણ બતાવવામાં આવશે.
ગંગા, યમુના નદીની જેમ જ માં- નર્મદા દર્શન માત્રથી પાપ દુર થાય છે ત્યારે સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટ બનાવવામાં આવ્યો છે અને ત્યાં આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ-પ્રથમ નર્મદા આરતી કરશે. જે રીતે હરિદ્વાર માં ગંગા આરતી થાય છે તેવી જ રીતે નિયમિત નર્મદા કિનારે માં નર્મદાની આરતી થશે.
ગોરા ખાતે રૂપિયા ૧૧ કરોડના ખર્ચે ૫૦ મીટર લાંબો અને ૩૫ મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બની ગયો છે. આ ઘાટ ઉપર ૬ હજોર ભાવિકભકતો બેસી શકશે તેવી ક્ષમતા છે. તો પૂજોરીઓ ઊભા રહેવા એક પ્લેટફોર્મ બનાવાયું છે. જ્યાં ઊભા રહી પૂજોરીઓ નિયમિત સંધ્યા આરતી કરશે. નર્મદા આરતી માટે કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી પૂજોરીઓએ દ્વારકા, શારદાપીઠ, કાશી, મથુરામાં સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ મેળવ્યું છે અને, હાલ દરરોજ પૂજોરીઓ દ્વારા સંગીતમય આરતીનું રિહર્સલ થઈ રહ્યું છે.
નર્મદા મૈયાના તટ પર હવે આરતીની આ સુવિધા ઉભી થવાની હોવાને લઈ ભક્તોમાં ખુબ આનંદ અને ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો મુજબ સ્ટેચ્યુ બાદ હવે ગોરા તટ પર આ રીતે થનારી આરતીથી ભક્તો સાથે ટુરિસ્ટોની સંખ્યામાં પણ વધારો થશે એ નક્કી છે.