અમેરિકાના ફ્લોરિડામાં વિનાશકારી વાવાઝોડા મિલ્ટને તબાહી મચાવી છે. વાવાઝોડું ગુરુવારે એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશ્યું હતું અને ભારે પવન અને વરસાદ સાથે શહેરોને ફટકો માર્યો હતો. તોફાનના કારણે ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. હરિકેન મિલ્ટન બુધવારે રાત્રે કેટેગરી થ્રી હરિકેન તરીકે ટામ્પાની દક્ષિણે લગભગ ૧૧૨ કિલોમીટર દૂર સિએસ્ટા બીચ સાથે અથડાયું હતું. તોફાનના કારણે ફ્લોરિડામાં ૩૦ લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ભારે નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે પાણી પુરવઠાને પણ અસર થઈ છે. અનેક જગ્યાએ પાઈપલાઈન તૂટી ગઈ છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે.
ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું કે આ સૌથી ખરાબ પરિસ્થિતિ નથી. ટેમ્પાએ આ વિનાશક વાવાઝોડાને જાયો ન હોય જેની આશંકા હતી, પરંતુ હજુ પણ આ વિસ્તારમાં મોટી કટોકટી છે. ગવર્નરના જણાવ્યા અનુસાર, તોફાનના કારણે વિસ્તારના કેટલાક ભાગોમાં ૧૮ ઇંચ (૪૫ સેન્ટિમીટર) જેટલો વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખતરો હજી દૂર હતો અને ફ્લોરિડાના પૂર્વ-મધ્ય કિનારે અને જ્યોર્જિયા સુધીના મોટાભાગના ઉત્તરમાં તોફાનની ચેતવણી જારી કરવામાં આવી હતી.
ફ્લોરિડાના એટલાન્ટિક કિનારે ફોર્ટ પિયર્સ નજીક સ્થિત સ્પેનિશ લેક્સ કન્ટ્રી ક્લબને ભારે નુકસાન થયું હતું, જેમાં કેટલાય ઘરો નાશ પામ્યા હતા અને કેટલાક રહેવાસીઓ માર્યા ગયા હતા. સેન્ટ લ્યુસી કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે તોફાનમાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે લગભગ ૮૦,૦૦૦ લોકોએ આશ્રયસ્થાનોમાં રાત વિતાવી હતી અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. દરમિયાન, ઓર્લાન્ડોમાં, વોલ્ટ ડિઝની વર્લ્ડ, યુનિવર્સલ ઓર્લાન્ડો અને સી વર્લ્ડ ગુરુવારે બંધ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટÙપતિ જા બિડેને ફ્લોરિડા માટે ઈમરજન્સી જાહેર કરી હતી. સાત હજાર બચાવકર્મીઓ મદદ માટે તૈનાત હતા. હરિકેન મિલ્ટનના કારણે અમેરિકાના રાષ્ટÙપતિ જા બિડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. અમેરિકી રાષ્ટÙપતિએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ જીવન અને મૃત્યુનો મામલો છે.