(એ.આર.એલ),બર્લિન,તા.૧૯
આ દિવસોમાં ઈઝરાયેલ તેના ઈતિહાસના સૌથી મોટા સંઘર્ષમાં ફસાઈ રહ્યું છે અને આવા સમયે જર્મનીએ ઈઝરાયેલને શસ્ત્રો ની સપ્લાય રોકવાનો નિર્ણય લીધો છે. જર્મનીના અર્થતંત્ર મંત્રાલયને ટાંકીને મીડિયા રિપોર્ટ્‌સમાં આ દાવો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, જર્મનીએ ઇઝરાયેલને આશરે ઇં૩૬૦ મિલિયનના શસ્ત્રો ની સપ્લાય કરી હતી, જે વર્ષ ૨૦૨૨ કરતાં ૧૦ ગણી વધારે હતી. જા કે આ વર્ષે જર્મની તરફથી ઈઝરાયેલને હથિયારોની સપ્લાયમાં ઘટાડો જાવા મળ્યો છે.
રિપોર્ટ્‌સ અનુસાર, જર્મનીએ આ વર્ષે ઇઝરાયેલને માત્ર ૧૬ મિલિયન ડોલરના હથિયાર મોકલવાની મંજૂરી આપી છે. જર્મન સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અર્થતંત્ર મંત્રાલય દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે. જર્મન અધિકારીઓનું કહેવું છે કે ઇઝરાયેલ સામે માનવાધિકાર સંબંધિત કાયદાકીય કેસ પેન્ડંગ છે. આ જ કારણ છે કે જર્મનીએ ઇઝરાયલને હથિયારોની સપ્લાય રોકવાનો નિર્ણય લીધો છે જેથી આ માનવાધિકાર સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન ન થાય. જા કે, હજી સુધી જર્મન સરકાર દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ગાઝામાં ઈઝરાયેલ વિરૂદ્ધ ચાલી રહેલા નરસંહારનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટસમાં ચાલી રહ્યો છે. ઉપરાંત, યુરોપિયન સેન્ટર ફોર કોન્સ્ટટ્યુશનલ એન્ડ હ્યુમન રાઈટ્‌સ દ્વારા બર્લિનમાં ઈઝરાયેલને શસ્ત્રો નો પુરવઠો રોકવાની માંગણી કરીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં, જર્મન સરકારે ઇઝરાયેલને શસ્ત્રો ની સપ્લાય રોકવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયેલના ગાઝામાં થયેલા હુમલામાં ૪૧ હજારથી વધુ લોકોના મોત થયા છે. તેમજ ૨૩ લાખથી વધુ વસ્તીને વિસ્થાપનનો સામનો કરવો પડ્યો છે.બ્રિટને આંતરરાષ્ટય માનવાધિકાર કાયદાના ઉલ્લંઘનના આરોપમાં ઈઝરાયેલને કેટલાક હથિયારોની સપ્લાય પણ બંધ કરી દીધી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ નેધરલેન્ડની કોર્ટે ઈઝરાયલને ફાઈટર જેટ એફ-૩૫ના પાર્ટ્‌સની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. તાજેતરમાં જ અમેરિકી સરકારે ઇઝરાયેલને કેટલાક હથિયારોની સપ્લાય પર પ્રતિબંધ પણ મૂક્યો હતો, પરંતુ બાદમાં આ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો.