સાવરકુંડલા નગરપાલિકા આકરા પાણીએ થઈ અને પાલિકાની દુકાનો જે આવેલી છે તેમાં નીચેની દુકાનોને અગાઉ નોટિસ આપતા ૨૦ % લેખે પ્રથમ હપ્તો નહીં ચૂકવતા કડક કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા શહેરના મહુવા રોડ ઉપર એક ગ્રાઉન્ડમાં નગરપાલિકા આવેલી છે અને નીચે અને ઉપર એમ નગરપાલિકાની ભાડાની દુકાનો છે જેમાં નીચેની ૧૦ દુકાનોને નોટિસો આપવામાં આવી હતી અને આજે પાલિકા તંત્રએ સીલ મારવાની કાર્યવાહી કરવા જતા તમામ દુકાનદારોએ ચેકથી
૬. ૭૭ લાખ ઉપરાંતની રકમ આપી દેતા નગરપાલિકાએ કાર્યવાહી બંધ રાખી છે જ્યારે ઉપરની ૨૦ દુકાનો કે જેની પ્રથમ ૨૦% હપ્તા લેખે ૬૧ લાખ ખૂબ જ મોટી રકમ બાકી હોય તમામને નોટિસ આપી છે અને દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે ત્યારે હવે દસ દિવસમાં જો ઉપરની દુકાનો વાળા રકમ નહીં ચૂકવે તો તેના ઉપર પણ પાલિકા કાર્યવાહી કરશે તેમ ચીફ ઓફિસર બોરડ દ્વારા જણાવવામાં આવ્યું છે.